Back

શિનોરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમા 16 બેઠકો માંથી તાલુકા પંચાયત ની 10 બેઠક પર ભાજપ તેમજ 5 બેઠક પર કોંગ્રેસ અને 1 અપક્ષ ઉમેદવારોની જીત

શિનોર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમા 16 બેઠકો માંથી તાલુકા પંચાયત ની 10 બેઠક પર ભાજપ તેમજ 5 બેઠક પર કોંગ્રેસ અને 1 અપક્ષ ઉમેદવારો ની જીત થતા ઠેર ઠેર સમર્થકોએ વિજ્યોત્સવ ઉજવ્યો

શિનોર તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની તાલુકા પંચાયત ની 16 બેઠકો અને જિલ્લા પંચાયત ની બે બેઠકો પર યોજાયેલ ચૂંટણી માટે આજરોજ તાલુકા સેવા સદન ખાતે પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત અને કોરોનાની ગાઈડ લાઈન  સાથે મત ગણતરી યોજાઇ હતી.જેમાં તાલુકા પંચાયત ની 16 બેઠકો પૈકી 10 ભાજપ ,5 કોંગ્રેસ અને એક અપક્ષ ની જીત થવા પામી  હતી.જ્યારે જિલ્લા પંચાયત ની સાધલી અને શિનોર જિલ્લા પંચાયત ની બેઠકો પર ભાજપ ની જીત ની ભવ્ય જીત થવા પામી હતી.જીતેલા ઉમેદવારો ના સમર્થકોએ ઠેર ઠેર વિજ્યોત્સવ મનાવ્યો હતો. 

ફૈઝ ખત્રી. શિનોર

સિનોર તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..