Back

શિનોર પંથકમાં સ્થાનિક સ્વરાજની જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીનું આજે પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિ પૂર્ણ મતદાન યોજાયું

શિનોર પંથકમાં સ્થાનિક સ્વરાજની જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીનું આજે પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિ પૂર્ણ  મતદાન યોજાયું હતું જેમાં મતદારો એ ઉત્સાહ પૂર્વક પોતાનો મતાધિકાર આપ્યો હતો.

વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સમગ્ર ગામોમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નું પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિ પૂર્ણ રીતે મતદાન યોજાયું હતું.જેમાં યુવા વર્ગ થી લઈ મહિલાઓ સહિત વયો વૃદ્ધ વ્યક્તિઓએ પણ ઉત્સાહ પૂર્વક મતદાન કર્યું હતું.

જ્યારે સાધલી ખાતે રહેતા કામરાન નકુમ આજરોજ લગ્નગ્રંથી થી જોડાવા જઈ રહેલ હોય પોતાના કિંમતી અને પવિત્ર આપી મતદાન કરી પોતાની ફરજ પુરી કરી હતી.જ્યારે અત્યારની કોરોના મહામારીની ગાઈડલાઈનને ધ્યાનમાં લઈ તંત્ર દ્વારા માસ્ક.સેનેટાઈઝ.ગ્લોવ્ઝ સહિત ટેમ્પરેચર માપણીની વ્યવસ્થા કરવામાં આવી હતી.


ફૈઝ ખત્રી...શિનોર

સિનોર તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..