Back

શિનોર સી.એ.પટેલ લર્નીગ ઇન્સ્ટિટયૂટ ખાતે મતદાર જાગ્રુતી કાર્યક્રમ યોજાયો હતો.

 રાજ્ય ચૂંટણી પંચ ના આદેશ મુજબ ,વડોદરા જિલ્લા કલેક્ટર ના માર્ગદર્શન હેઠળ આજરોજ શિનોર સી.એ.પટેલ લર્નીગ ઇન્સ્ટિટયૂટ ખાતે મતદાર જાગ્રુતી કાર્યક્રમ યોજાયો હતો.

મતદાર જાગ્રુતી કાર્યક્રમ ના નોડલ ઓફિસર ડૉ. સુધીર જોશી ,શિનોર મામલતદાર વી.વી.વાળા તેમજ ઉન્નત ભારત અભિયાન અંતર્ગત મતદાર જાગ્રુતી માટે કાર્યક્રમ કરી રહેલાં એમ એસ યુનિવર્સિટી ના વિધાર્થીઓ તથા સી.એ.પટેલ લર્નીગ ઇન્સ્ટિટ્યૂટ ના વિધાર્થીઓની ઉપસ્થિતિ વચ્ચે બુધવાર ની સવારે શિનોર સી.એ.પટેલ લર્નીગ ઇન્સ્ટિટ્યૂટ ખાતે મતદાર જાગ્રુતી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉન્નત ભારત અભિયાન ચલાવી રહેલા એમ.એસ.યુનિવર્સિટીના વિધાર્થીઓએ નાટ્યરૂપ સંદેશ પાઠવી મતદાન કરવા અપીલ કરી હતી.

 રિપોર્ટર... ફૈઝ ખત્રી. શિનોર

સિનોર તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..