Back

શિનોર તાલુકાના સાધલી ગામે એકી સાથે ત્રણ સ્થળે થી અંદાજીત રૂપિયા 1,30,000 ઉપરાંતની ચોરીઓ કરીને રાત્રીના ચોરોએ શિનોર પોલીસ ને ઊંઘતી ઝડપી પાડેલ છે

શિનોર તાલુકાના સાધલી ગામે એકી સાથે ત્રણ સ્થળે થી અંદાજીત રૂપિયા 1,30,000 ઉપરાંત ની ચોરીઓ કરીને રાત્રીના ચોરોએ શિનોર પોલીસ ને ઊંઘતી ઝડપી પાડેલ છે.

સાધલી માં ત્રણ દિવસ પહેલા એકીસાથે ત્રણ જગ્યાએ ચોરી થયાની સાહિ સુકાઈ નથી ત્યાંતો ગતરોજ મધરાતે સાધલી મૅન બજારમાં આવેલી એક મોબાઈલ શોપ નું સટલ તોડી આશરે ૧૪ હજાર રૂપિયા રોકડા ઉપરાંત ૧૪ નંગ મોબાઈલ કિંમત રૂપિયા ૮૦ હજાર અને સાધલી ઉતરાજ રોડ ઉપર આવેલ ચાંદની પાર્ક સોસાયટીમાં રહેતા ફૈઝ ખત્રી ના ઘર આગળ લોક મારીને મુકેલ હીરો કંપનીની બાઈક નંબર GJ 06 6488 બાઇકની અંદાજીત 30 હજારની ચોરીકરી હતી અને લાગજી નગર માંથી વસાવા પિન્ટુ ભાઈ વિરસિંગ ભાઈ ની સાઇકલ ચોરી થતા પોલીસ પેટ્રોલિંગ તથા પોલીસ પોઈન્ટ શંકાસ્પદ બન્યા છે.ઠક્કર અલ્પેશ ભાઈની મોબાઈલ શોપ બસસ્ટેન્ડના પોલીસ પોઈન્ટથી માત્ર ૧૫૦ મીટરના અંતરે આવેલ છે રાત્રી લોખંડ ની પરાઈ થી શટર ને ઉઘાડી બિન્દાસ પણે રોકડ તથા મોબાઈલોની ઉઠાંતરી કરી પાછળ રેલવેની લાઈટ નીચે મોબાઈલ ના ખોખાનો ઢગલો કરી મોબાઈલ ફોનો લઈ ગયા હતા.સતત ત્રણ દિવસમાં છ સ્થળોએ ચોરી કરી ચોરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંકેલ છે.


ફૈઝ ખત્રી. શિનોર

સિનોર તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..