સાધલી ખાતે આવેલ સાધલી શ્રેષ્ઠ પ્રાથમિક શાળા ખાતે ધોરણ ૬ થી ૮ ના વર્ગ સરકાર શ્રીની ગાઈડ લાઇન મુજબ શરૂ કરવામાં આવ્યા
સાધલી ખાતે આવેલ સાધલી શ્રેષ્ઠ પ્રાથમિક શાળા ખાતે ધોરણ ૬ થી ૮ ના વર્ગ સરકાર શ્રીની ગાઈડ લાઇન મુજબ શરૂ કરવામાં આવ્યા.કોરોના મહામારીના કારણે કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે સરકારશ્રી દ્વારા ચાલુ વર્ષે સ્કૂલ કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો અને સ્કૂલોને ઓનલાઈન શિક્ષણ આપવાનો સરકાર શ્રી દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો.
આજરોજ તારીખ 18.2.2021 થી ગુજરાત સરકાર શ્રીના આદેશના પગલે બાળકો શિક્ષણથી વંચિત રહી ન જાય તે હેતુથી ધોરણ ૬ થી ૮ ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે આજરોજ સાધલી ખાતે આવેલ સાધલી શ્રેષ્ઠ પ્રાથમિક શાળા ખાતે ધોરણ ૬ થી ૮ ના વર્ગ સરકાર શ્રીની ગાઈડ લાઇન મુજબ શરૂ કરવામાં આવ્યા હતા
અને સરકારશ્રી ની ગાઈડલાઈન મુજબ માસ્ક ફરજીયાત પહેરવાનું.સેનેતાઈઝ કરીને શાળામાં પ્રવેશ કરવાનો.અને સોસીયલ ડિસ્ટન્સ રાખવાનો પાણી નાસ્તો ધરેથીજ લાવવાનો સહિત શાળાએ આવતા જતા પણ આ નિયમોનું પાલન કરવાનું જેવી માહિતી શાળા પ્રિન્સિપાલ અશોકભાઈ પ્રજાપતિ દ્વારા અને શિક્ષકો દ્વારા બાળકોને આપવામાં આવી હતી.
રિપોર્ટર...ફૈઝ ખત્રી



