Back

આંખલા ના આંતક થી વૃધ્ધડોશી માં ની રોજીરોટી છીનવાઈ

રિપોટર:મેહુલપટેલ, ધ્રાંગધ્રા, 9924232283 

  આ વાત છે ધ્રાંગધ્રા ના નારીચણા ગામ ના જયામાં નિ જે 80 વર્ષ ઉપર ની ઉમરે પણ પણ પોતાના રોજી રોટી માટે કેબીન ચલાવી પોતાનું પેટ ભરે છે. આ વૃધ્ધ માજી છેલ્લા ઘણા વર્ષોથી કેબીન ચલાવે છે, સ્કૂલ ના બાળકો માટે નાસ્તો, બટાકા,જેવી વસ્તુઓ વેચી પોતાનો ગુજારો કરે છે 

   છેલ્લા ઘણા મહિના ઓ થી કોરાના વચ્ચે સ્કૂલ બંધ હોવાથી માજી ને ધંધો પણ ચાલતો નથી ત્યારે પડ્યા પર પાટા જેવી સ્થિતિ સર્જાઇ આજે સવારે માજી કેબીન પર ગયા તો કેબીન આંખલા બે ઝઘડાતા કેબીન સાથે અથડાતાં કેબીન ના ભુક્કો બોલાવી દીધો 

   જો તે સમય માજી અંદર હોત તો રામનામ બોલી જતા પણ ભગવાન ની દયા થી બચી ગયા, કેબીન તુટી જતાં માજી ની રોજી રોટી છીનવાઈ ગઈ હવે કોઈ માજી નોં સાથ આપે અથવા સરકાર તરફ થી કે તાલુકા પંચાયત કે ગામ પંચાયત થોડીક સહાય કરે તો માજી ની રોજીરોટી ચાલ્યા કરે. 

     સુરેન્દ્રનગર મા એક મહિના મા આવા આખલા ના આંતક થી ઘણું નુકશાન થયું છે. 2 વર્ષ પેલા ધ્રાંગધ્રા ના નારીચણા આ જ ગામ માં 70 વર્ષ વૃધ્ધ બાપા ને આખલા એ પાડી દેતા મોત નિપજ્યું હતું 

ધ્રાંગધા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..