Back

ધ્રાંગધ્રા APMC બહાર પાણી ભરેલા ખાડા મા યુવાન પડી જતાં મોત

Ripoter: મેહુલ પટેલ, ધ્રાંગધ્રા 

શક્તિસિંહ ગગજીભાઈ ચીત્રા ગામ ભરવાડકા પોતે ધાંગધ્રા માર્કેટિંગ યાર્ડમાં પોતાની મગફળી વેચવા ગયેલા.  માર્કેટીંગ યાર્ડની અંદર પુરાણ કરવા માટે કોન્ટ્રાક્ટરો એ પૈસા નો બચાવ કરવા માટે દરવાજાની બાજુમાં જ ૧૫થી ૨૦ ફૂટ ઊંડો ખાડો ખોદીને મૂકી દીધો છે. ત્યારબાદ એ ખાડાને પૂરવા માં આવેલો નહીં અને કમનશીબે રાતના સમયે શક્તિસિંહ ગગજીભાઈ ચિત્રા નામના ખેડૂત જેમના પિતાએ દીકરાને મગફળી વેચવા માટે માર્કેટિંગ યાર્ડમાં મોકલેલા. રાતના સમયે શક્તિ સિંહ દરવાજાની બહાર કુદરતી પ્રક્રિયા કરવા માટે નીકળેલા જ્યાં એમને અંધારામાં ખાડો દેખાયેલો નહીં અને ખાડામાં પગ પડી જતા એ 15 20 ફૂટ ઊંડા ખાડામાં પાણી ભરેલું હતું તેમાં પડી જતા અવસાન થયેલું છે. 

           મિત્રો દુઃખ સાથે કહેવું પડે છે કે એ વ્યક્તિનો જીવ કેવી રીતે ગયો હશે? આ સમાચાર દીકરા ના બાપ ને મળ્યા હશે ત્યારે એની શું હાલત થઇ હશે? જેને પોતાના વહાલસોયા દીકરાને મગફળી વેચવા માટે મોકલ્યો હતો દીકરો પૈસા લઈને આવશે પરંતુ માર્કેટીંગ યાર્ડમાંથી દિકરાની લાશ આવી ?હવે સવાલ એ છે કે  આ સમગ્ર ઘટનામાં જવાબદાર કોણ? માર્કેટીંગ યાર્ડના દરવાજાની બાજુમાં આવડો મોટો ખાડો હતો એ અત્યાર સુધી જવાબદાર વ્યક્તિઓને ધ્યાને  કેમ ન આવ્યો?  શું આવા નવયુવાનો ના ભોગ લેવા માટે આ ખાડો ખોદવામાં આવેલો હતો? જે કોઈ કોન્ટ્રાક્ટર હોય એને પોતાના પૈસા નો બચાવ કરવા માટે દૂર થી માટી લાવવાના બદલે માર્કેટીંગ યાર્ડના દરવાજામાંથી માટી ભરેલી જેના કારણે આજે અમારા એક નવયુવાન ખેડૂત નો ભોગ લેવાયો છે. તાત્કાલિક ધોરણે જે કોઈ જવાબદાર વ્યક્તિ છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી સમગ્ર વિસ્તારના ખેડૂતોની માંગ 

ધ્રાંગધા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..