Back

ધાંધલપુર માં યોજાયો આયુષ્યમાન આધાર પ્રોજેકટ અંતર્ગત નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ.

ધાંધલપુર માં યોજાયો આયુષ્યમાન આધાર પ્રોજેકટ અંતર્ગત નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ.


૨૪૦ દર્દીઓએ લીધો લાભ, દવા પણ આપવામાં આવી નિઃશુલ્ક


(અહેવાલ : મોહસીનખાન પઠાણ)


આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ અને વાય. ફોર. ડી. ફાઉન્ડેશન દ્વારા "આયુષ્યમાન આધાર" પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત ગુજરાત રાજ્ય ના અલગ અલગ જિલ્લામાં આ પ્રોજેકટ એસ.પી. સેવા સંસ્થાન(રાજસ્થાન) દ્વારા નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ કરવામાં આવી રહ્યા છે.  ધાંધલપુર માં રામ-રહીમ ફાઉન્ડેશન ના સહયોગ થી ધાંધલપુર તથા આસ પાસ ના ગ્રામ્ય વિસ્તાર ના જરૂરિયાતમંદ પરિવારો ને મદદરૂપ થવાના હેતુથી કર્મનિષ્ઠા હોસ્પિટલ માં આ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારે ૯ વાગ્યે ધાંધલપુર ગ્રામ પંચાયત ના સભ્યો તથા ગામ ના આગેવાનો ની હાજરી માં ડો. અક્ષયસિંહ જાદવ દ્વારા દીપ પ્રાગટય કરીને આ કેમ્પ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. સવારે ૯ વાગ્યે ચાલુ થયેલ આ મેડિકલ કેમ્પ માં ૧ વાગ્યા સુધી માં ૨૪૦ દર્દીઓ એ લાભ લીધો હતો. આવેલ તમામ દર્દીઓને ડો. અક્ષયસિંહ જાદવ (B.H.M.S., M.D. MEDICINE),  ડો. વિજય વાણીયા (B.H.M.S., M.D. MEDICINE), ડો. જયસુખ ડી. સાકરીયા (B.A.M.S.), ડો. હાર્દિક એ. પરબ ( B.A.M.S.), ડો. અરવિંદ ડાભી (B.D.S., M.D.S.) દ્વારા તપાસીને વા, સંધિવા, ગાંઠીયો વા, કમર, ખંભા, ગોઠણ, ચામડી ના રોગ, કબજિયાત, ગેસ, એસીડીટી, ડાયાબિટીસ, સંધિવા, પક્ષઘાત, બ્લડ પ્રેશર(BP), ગેસ, એસીડીટી, સ્ત્રી રોગ, હરસ, મસા, ભખંદર, ગાંઠ, કપાસી, ગુમડા, બાળકો ના રોગો જેવા કે તાવ, શરદી, ઉધરસ, ભૂખ ના લાગવી, પેટ માં કૃમિ, પેટ નો દુઃખાવો, બાળક નો વિકાસ ના થવો, આંખ, કાન, નાક, દાંત તથા ગળા ના રોગ જેમકે શરદી, ઉધરસ, શ્વાસ, વાળ ખરવા, માંથુ દુઃખવુ જેવા રોગો ના દર્દીઓને સારવાર કરી નિશુલ્ક દવા આપવામાં આવી હતી. આ તકે કર્મનિષ્ઠા હોસ્પિટલ તથા વિદ્યાલય ના ટ્રસ્ટી પ્રેમજીભાઈ જમોડ, અન્નક્ષેત્રના ઘનશ્યામભાઈ દરજી, બુધાભાઈ પ્રજાપતિ, હરજીભાઈ પ્રજાપતિ, કિશોરભાઈ રાજગોર, સવાભાઈ ધોરાળીયા, મકવાણા વિષ્ણુભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પ માં આવતા તમામ દર્દીઓને સેનિટાઇઝ કરીને થર્મો મીટર દ્વારા ટેમ્પરેચર ચેક તથા ઑક્સિ મીટર દ્વારા  ઓક્સિજન લેવલ ચેક કરીને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો તેમજ કોરોના મહામારી ને ધ્યાન માં રાખીને કેમ્પમાં આવતા તમામ લોકોને વોશેબલ માસ્ક આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે રામ રહીમ ફાઉન્ડેશન ના પ્રમુખ મોહસીનખાન પઠાણ, વિજયભાઈ ચાવડા,વિરમભાઈ ડાંગર, પાયલબેન મોરી, જ્યોતિબેન સીતાપરા, રવિભાઈ ચાવડા, શનીભાઈ વાળોદરા, રોનકભાઈ બોડાણા તથા કર્મનિષ્ઠા હોસ્પિટલના લાલભાઈ ખાંભલા, રવિભાઈ ઝાંપડીયા, રાહુલભાઈ રોજાસરા, વિશાલભાઈ ધરજીયા, ઉમેશભાઈ જમોડ, જયભાઈ જમોડ સહિત ના લોકોએ જહેમત ઉઠાવી હતી.

ચોટીલા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..