Back

વિછીયા તાલુકાના છાસીયા ગામે ખુંટીયાએ વૃદ્ધને માથું મારી દેતા મોત.

વિછીયા : વિછીયા તાલુકાના છાસીયા ગામે ખુંટીયાએ સગરામભાઇ સાદૂળભાઈ ચૌહાણ નામના વૃદ્ધને માથું મારી દેતા મોત. વિછીયા તાલુકાના નાનકડા છાસીયા ગામમાં માતમ અને ખુટીયાથી ડર ફેલાયો. છાસીયા ગામે  રહેતા સગરામભાઇ સાદુળભાઈ ચૌહાણ (કોળી ) ઉમર વર્ષ 65 ગામથી પોતાની વાડીએ જઈ રહ્યા હતા બાદ અચાનક ખુંટીયાએ માથું મારી દેતા માથા અને છાતીના ભાગમાં ગંભીર ઈજા થતા ઢળી પડ્યા હતા બાદ સારવાર અર્થે તાત્કાલિક વિછીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા હતા સારવાર બાદ ડોક્ટરે મૃતક જાહેર કર્યા હતા ઘટનાની જાણ થતા વિછીયા સરકારી હોસ્પિટલ ખાતે વિછીયા માર્કેટિંગ યાર્ડ પ્રમુખ કડવાભાઇ જોગરાજીયા અને વિછીયા તાલુકા કોળી સમાજ પ્રમુખ વિનોદભાઈ વાલાણી દોડી આવ્યા હતા ગામના આગેવાનોના જણાવ્યા પ્રમાણે છેલ્લા પંદર દિવસમાં ખુટીયાએ ચોથો હુમલો કર્યો હતો ખુટીયાના વારંવાર ત્રાસથી ગામ લોકો ત્રાહિમામ પોકારી ઉઠી રહ્યા છે ખુટીયાને તાત્કાલિક પકડવા ગામલોકોની માંગણી ઉઠવા પામી છે

વીંછિયા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..