વિછીયા માં મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી ના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો..
વિછીયા માં શહીદ ઝવેરભાઈ વાલાણી કુમાર શાળા ખાતે પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ વિનોદભાઈ વાલાણી આયોજિત મહારક્તદાન કેમ્પ માં મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરવા ઉમટી પડ્યા હતા, સામાજિક સમરસતા અને જનમંગલ ની શુભ ભાવનાથી યોજાયેલ રક્તદાન કેમ્પમાં સમાજ એકતાના દર્શન જોવા મળ્યા હતા
રક્તદાતાઓએ પોતાની જીવન સાધનાના ફળ સ્વરૂપે
માનવ બંધુત્વ ની ભાવના સાર્થક કરવા રક્તદાન કરીને અનેક લોકોની બુઝાતી જિંદગીને
જીવત દાન આપેલ છે અનેકવિધ સિદ્ધિઓ હાંસલ કરી ચુકેલ માનવ વિજ્ઞાન પણ જેનો વિકલ્પ
શોધી શકેલ નથી એવા માનવ રક્તનો એકમાત્ર વિકલ્પ માનવ રક્ત જ છે, માનવ
રક્તનો કોઈ ધર્મ કે સંપ્રદાય હોતો નથી રક્તદાન કરવું એ બીજાની જિંદગીમાં નવચેતના
સ્પર્શ કરાવવાનો સુંદર માર્ગ છે, તેનાથી આપણામાં માનવતાની મહેંક અને ભાવના જાગૃત
થાય છે, એ અનુભવને શબ્દોમાં વર્ણવી શકાય નહીં રક્તદાનના
આ પ્રવાહને વહેતો રાખવામાં આપણે સુખી અને
તંદુરસ્ત સમાજના નિર્માણમાં સહભાગી થઈએ છીએ અને આપણું યોગદાન આપીએ છીએ રક્તદાન
કેમ્પમાં ધજાળાના મહંત ભરતબાપુ એ હાજરી આપી દાતાઓની દાતારીને બિરદાવી હતી રક્તદાન
શિબિરના આયોજક વિનોદભાઈ વાલાણીએ
રક્તદાતાઓને શિલ્ડ અને સન્માનપત્ર
આપી સન્માનિત કર્યા હતા અને હાજર રહેલ તમામ સહયોગીઓ અને મહાનુભાવોનો આભાર માન્યો
હતો









