Back

જેતલસરના સાંકળી નજીક ડિવાઈડર સાથે ટકરાયેલી કાર પલટી જતા પિતા-પુત્રના મોત : 3 ને ગંભીર ઈજાઓ

મૃતકોમાં રાજકોટ વીજકંપનીના ઇજનેર કુશાલ શાહ અને તેમના પિતાનો સમાવેશ

     જેતલસર પંથકના સાંકળી ગામના પાટીયા પાસે ગઈકાલે રાત્રે ડિવાઇડર સાથે અથડાઇને  ફંગોળાઇ રોડ નીચે ઉતરી પલટી ખાઈ ગયેલી કારના અકસ્માતમાં રાજકોટ વીજ કંપનીના  એન્જીનીયર અને જેતપુર રહેતા તેના પિતા એમ બંનેના કરુણ મોત નીપજતા વણિક સમાજમાં અરેરાટી વ્યાપી છે. . આ અકસ્માતમાં માતા-પુત્રી અને જમાઈ એમ ત્રણને નાની મોટી ગંભીર ઈજાઓ થતા સારવાર માટે જેતપુરથી રાજકોટ ખસેડાયા છે.
    આ બાબતે મળતી વિગતો મુજબ રાજકોટ પીજીવીસીએલમાં એન્જીનીયર તરીકે ફરજ બજાવતા મૂળ જેતપુરના કુશાલભાઇ દિપકભાઇ શાહ (રહે. ગોંડલ રોડ ગાયત્રીનગર)  તેમના બહેન રીધ્ધબેન  નિર્મળભાઇ ખખ્ખર તથા બનેવી નિર્મળભાઇ અશ્વીનભાઇ ખખ્ખર ગઈકાલે જેતપુર આવ્યા હતા.અને વંથલી ખાતે તેમના માતાજીના દર્શનાર્થે જવાનું નકકી થતાં કુશાલ ભાઇ તેમના  પિતા દિપકભાઇ ભગવતરાય શાહ  તથા તેના પત્નિ ભારતીબહેન દિપકભાઇ શાહ (રહે. બન્ને જેતપુર મોટા ચોક) તમામ લોકો ખુશાલભાઇની આઇ-૧૦ કાર લઇ સાંજના સમયે વંથલી જવા નીકળ્યા હતા.
દરમ્યાન જેતલસરથી જૂનાગઢ તરફ જતા થોડે દૂર આગળ આવતા  સાંકળી ગામના પાટીયા નજીક કોઈ કારણોસર કાર ડીવાઇડર સાથે અથડાતા ફંગોળાઈને  રોડની સાઇડમાં આવેલ ખાડામાં ઉતરી ઉતરી  કાર ખાડામાં ઉંધી વળી જતા કુશાલ શાહ અને તેમના  પિતા દિપકભાઇ એમ બંનેનું ઘટના સ્થળેજ મૃત્યુ થયા હતા. જ્યારે નિર્મળભાઈ, તેમના પત્ની રિધ્ધિબેન અને સાસુ ભારતીબેનને નાની મોટી ઈજાઓ પહોંચતા સાંકળી ગામના તેમજ રસ્તે આવતા જતા અને જેતલસરના સેવાભાવી લોકોએ ઇજાગ્રસ્તોને સરકારી એમ્બ્યુલન્સ 108 દ્વારા તાત્કાલિક જેતપુર સરકારી હોસ્પિટલે પહોંચાડ્યા હતા.જ્યાથી ત્રણેયને વધુ સારવાર માટે રાજકોટ રીફર કરાયા હોવાનું જેતપુર સરકારી હોસ્પિટલ સૂત્રોએ જણાવ્યું હતું.
    બનાવની જાણ થતાંજ જેતપુર તાલુકા પોલીસના મુસ્તાકભાઈ ચૌહાણ ઘટના સ્થળે પહોંચી કારના ડ્રાઇવીંગ સીટ પર બેઠેલા  કુશાલભાઇ તેમજ તેમના પિતા દીપકભાઈના એમ બન્નેનું મોત નિપજ્યા હોવાનું બહાર આવતા તાત્કાલિક બંને મૃતદેહોને પીએમ માટે જેતપુરની સરકારી હોસ્પિટલે ખસેડ્યા હતા.  દીપકભાઈ અને તેમના પુત્ર કુશાલના અકસ્માતમાં મોત થયાની જાણ પરથી જેતપુરના વણિક સમાજના આગેવાનો હોસ્પિટલે દોડી ગયા હતા.

દોઢ વર્ષની પુત્રીએ પિતાની
છત્રછાયા ગુમાવી : રિધ્ધિબેન સગર્ભા !

જેતલસર નજીકના અકસ્માત બાબતે વધુ મળતી વિગતો એવી છે છે કે  ઇજા પામેલા રિદ્ધિ બહેન સગર્ભા હાલતમાં સારા દિવસો ગુજારી રહ્યા હતા. જ્યારે  કુશાલભાઇના આકસ્મિક મૃત્યુથી તેમની દોઢવર્ષની પુત્રી યામીએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. એકી સાથે પિતા-પુત્રના મોતથી શાહ પરીવારમાં શોક છવાયો છે.સમયાંતરે અકસ્માત સમયે કે બીનવારસી મૃતદેહની અંતિમ વીધી માટે સદા તત્પર રહેતા સેવાભાવી હારૂનભાઇ રફાઇ, સહિતના સેવાભાવીઓએ રાબેતા મુજબ  બનાવના સ્થળે પહોંચી પિતા-પુત્રના મૃતદેહોને મૃતદેહોને જેતપુર સરકારી દવાખાને ખસેડયા હતા.
(ફોટો કુલદીપ જે.જોશી, જેતલસર)

રાજકોટ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..