Back

જાહેરમાં જુગાર રમતા 3 ઈસમોને પકડી ક્વોલિટી કેસ કરતી ધોરાજી પોલીસ

[અહેવાલ રશમીનભાઈ ગાંધી]


રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી  બલરામ મીણા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.એમ.ભરવાડ સાહેબ જેતપુર વિભાગનાઓ તરફથી દારૂ તથા જુગારની બદ્દીને સંપુર્ણ રીતે નસ્તનાબુદ કરવા સુચના આપેલ હોય જે અંગે ધોરાજી પો.સ્ટે ના પો.ઈન્સ.શ્રી કે.આર.રાવત સાહેબના માર્ગદર્શન હેઠળ PSI એસ.એમ વસાવા સાહેબ PSI જે.બી મીઠાપરા સાહેબ તથા HC વિરામભાઈ વાણવી HC હિતેશભાઈ ગરેજા HC ધનજીભાઈ વાસાણી PC બળદેવભાઈ સોલંકી PC પ્રદિપભાઈ બારોટ એમ બધા ધોરાજી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમીયાન ખાનગી રાહે મળેલ હકિકતના આધારે ધોરાજી ચિસ્તીયા કોલોનીમાં જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતા આરોપી રફીકભાઈ અબ્બાસભાઈ ચખાલી રહે.ધોરાજી ચિસ્તીયા કોલોની તથા ઇકબાલભાઈ યુસુફભાઈ હાલાઈ રહે. રાજકોટ રામનાથપરા મેઈનરોડ તથા અબ્દુલ્લા જિકરભાઈ કલુડી રહે. ચિસ્તીયા કોલોની વાળાઓને રોકડા રૂપિયા 11380/- તથા ગંજીપતાના પાના નંગ 52 કિ.રૂ. 00/00 મળી કુલ રૂ. 11380ના મુદ્દામાલ સાથે મળી આવતા મજકુરો વિરુદ્ધ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આ તકે આ સમગ્ર કામગીરીમાં PIશ્રી કે.આર.રાવત સાહેબ, PSIશ્રી એસ.એમ વસાવા સાહેબ, PSI જે.બી મીઠાપરા સાહેબ, HC  વિરમભાઈ વાણવી, PC હિતેશભાઈ ગરેજા, PC ધનજીભાઈ વાસાણી, PC બળદેવભાઈ સોલંકી તેમજ PC પ્રદિપભાઈ બારોટ જોડાયેલ હતા.

ધોરાજી શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..