Back

નાલંદા વિદ્યાલય રાધનપુર ખાતે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ યોજાયો 

*નાલંદા વિદ્યાલય રાધનપુર ખાતે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ યોજાયો* 
આજરોજ નાલંદા વિદ્યાલય રાધનપુર ખાતે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો બોર્ડની પરીક્ષા માટે શુભેચ્છા સમારોહનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્ય મહેમાન તરીકે નગરપાલિકા કચેરી રાધનપુરના ચીફ ઓફિસર શ્રીમતી પ્રજ્ઞાબેન તથા સી.આર.સી નવીનભાઈ વઢેર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી રમેશભાઇ ચૌધરીએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે શ્રીમતી પ્રજ્ઞાબેન અને નવીનભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કરી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.આ પ્રસંગે શાળામાં વર્ષ પર શૈક્ષણિક તેમજ કલા ક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તેમજ મોમેન્ટો આપી સન્માનીત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે શ્રીમતી અર્ચનાબેન ચંગેલાએ વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ પરિણામ મેળવી પોતાના મારું નામ રોશન કરે એવી શુભેચ્છા પાઠવી હતી આજના શુભેચ્છા સમારોહમાં ધોરણ 9 અને ધોરણ 11 ના વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવો દ્વારા પોતાના સહપાઠી વિદ્યાર્થીમિત્રો પરિક્ષા માટે શુભેચ્છા પાઠવી હતી ત્યારે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ એ વર્ષભરના પોતાના અનુભવો રજુ કર્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રવીણભાઈ બારોટે કર્યું હતું..

રાધનપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..