Back

શંખેશ્વર તાલુકાના પીરોજપુર ગામે આદર્શ ગ્રામસભાનુ ઉત્તમ ઉદાહરણ

આદર્શ ગ્રામસભાનું ઉત્તમ ઉદાહરણ


 શંખેશ્વર ના પીરોજપુર માં સાંજના પાંચ વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધી ગ્રામસભા યોજાઇ તે ગ્રામસભામાં પાટણ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પારેખ સાહેબ ની ઉપસ્થિતિ ગ્રામ વિકાસના કાર્યોમાં તેમની રૂચિ અને ગ્રામસભા ની પૂર્વ તૈયારી પ્રેરણાદાઈ હતી


Gpdp ગ્રામ પંચાયત વિકાસ આયોજન માટે આયોજિત ખાસ ગ્રામસભામાં ગ્રામીણ વિકાસના સંદર્ભમાં આવતા તમામ કાર્યો અને સરકારશ્રીની તમામ યોજનાઓનો યોગ્ય આયોજન કરી લોકભાગીદારી દ્વારા આગામી પાંચ વર્ષ માં ગામમાં કરવાલાયક કામોની યાદી બનાવી અગ્રતાક્રમ ના ધોરણે કાર્યો કરવા માટે લોકભાગીદારી સ્વભંડોળ અને બિનખર્ચાળ વિકાસ કામોને પ્રાધાન્ય આપવા સાથે યોગ્ય ઉમેદવારો ને લાભો મળે તે માટે સર્વાનુમતે ચર્ચા વિચારણા સાથે કરવામાં આવતી પ્રક્રિયા આ ગ્રામસભામાં ખુબજ સરસ અને સુંદર રીતે કરવામાં આવી


પાછલા બે-ત્રણ વર્ષોમાં ગ્રામ પંચાયત દ્વારા અને સરકારી યોજનાઓ ના માધ્યમથી ગામના વિકાસ માટે આંતરમાળખાકીય સુવિધાઓ ના કરેલા કામો નુ વાંચન અને હાલની સ્થિતિ બાબતે લોકો સાથે ચર્ચા-વિચારણા કરી કામોની સમીક્ષા કરવામાં આવી તેમજ સામાજિક અને માનવ અને ગામ ના વિકાસમાં ઉપયોગી એવી આરોગ્ય મહિલા વિકાસ કુપોષણ ખેતી પશુપાલન સ્વચ્છતા પાણી વિધવા સહાય વૃદ્ધ પેન્શન અન્ન સુરક્ષા બીપીએલ યાદી રાશન કાર્ડ આધાર કાર્ડ પ્લાસ્ટિક વ્યવસ્થાપન આવાસ યોજના સૌચાલય ગંદા પાણીના નિકાલ માટે ગટર યોજના વેરા વસુલાત માં વધારો અને નિયમિતતા આંગણવાડી અને પ્રાથમિક શાળામાં ખૂટતી સુવિધા હો સાથે શિક્ષણનું સ્તર સુધારવા સરકારી યોજનાઓની માહિતી માટે જાગૃતિ નોટિસ બોર્ડ તેમજ પંચાયત ની અંદર વિસી અને અધિકારીઓની નિયમિત વિઝીટ બાબતે ગ્રામજનો દ્વારા કરેલ રજૂઆતો અને સમસ્યાઓ ના સંદર્ભમાં દરેક સમસ્યાના નિરાકરણ માટે લોકો અને જે તે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી દરેક કાર્ય માં થયેલા કામો તેમજ તેના લાભાર્થીઓની યાદી નુ વાંચન કરી થયેલા કામોની સમીક્ષા કરવામાં આવી તેમજ આગામી સમયમાં સંભવિત લાભાર્થી ની યાદી નો વાંચન કરી સર્વાનુમતે ઠરાવો પસાર કરવામાં આવેલ


આ ગ્રામ સભામાં ખાસ કરીને ગ્રામ પંચાયતને આર્થિક રીતે સદ્ધર બનાવવા માટે ચર્ચા વિચારણા કરી વેરા વસુલાત 100% ના લક્ષ્યાંક પહોંચાડવા તેમજ વેરામાં 100% થી 150 % નો વધારો કરવા માટે ચર્ચા વિચારણા કરી ઠરાવો પસાર કરેલ જે ગ્રામીણ વિકાસ અને પંચાયતને મજબૂત કરવા માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે


આંગણવાડીની બહેનો દ્વારા યોગ્ય રજૂઆત વિધવા બહેન દ્વારા વિધવા સહાય અને મકાન સહાય માટે યોગ્ય રીતે રજૂઆત શારીરિક રીતે અક્ષમ લોકો દ્વારા સરકારશ્રીના લાંભો મળવા માટે યોગ્ય રજૂઆત તેમજ અન્ન સુરક્ષા મા ગરીબ અને અતિ ગરીબ લોકોનો સમાવેશ કરવા માટે લોકો દ્વારા યોગ્ય રજૂઆત કરી સ્થાનિક કક્ષાએ જ તેના નિરાકરણ માટે આ ગ્રામ સભામાં ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડેલ છે


આજની ગ્રામ સભામાં મહિલાઓની હાજરી અને મહિલાઓને સમસ્યાઓની રજૂઆત કરવા માટે મળેલી તક અને તેમના દ્વારા ગ્રામ સભામાં કરેલી રજૂઆતો પણ બીજી ગ્રામસભાઓ માટે પ્રેરણા પૂરી પાડે એમ હતું 


સૌચાલય ના લાભાર્થી તેમજ વિધવા સહાયના લાભાર્થીઓને ગ્રામ સભામાં મંજુરી હુકમ અને છેલ્લા હપ્તા ની રકમ નમુના રૂપે આપી અને યોજનાઓને વધુ પારદર્શક બનાવવા માટે પણ ખૂબ સરસ આયોજન કરેલ


ગ્રામસભા ની બેઠક વ્યવસ્થા ગામજનો અને સરકારી અધિકારીઓ વચ્ચે ના અંતરને ઓછું કરવા માટે ખૂબ જ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી હતી


ગ્રામસભામાં નિયમ અનુસાર કોરમ પૂર્ણ કરવા માટે ની યોગ્ય સંખ્યા માં બહેનો યુવાનો અને વડીલો ની હાજરી સાથે ૧૭૦ થી વધુ લોકોની હાજરી પણ ગ્રામસભાને એક આદર્શ ગ્રામ સભા તરીકે દર્શાવી રહેલ હતી


ગ્રામસભા પૂર્વ ની તૈયારીઓ અને ગ્રામસભા બાબતે લોકોમાં જાગૃતતા પણ આ ગ્રામ સભા ને બીજી ગ્રામસભાઓ થી વિશેષ દર્શાવી રહી હતી


આજની આ ગ્રામસભામાં જિલ્લાવિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી નાયબ તાલુકા વિકાસ અધિકારી જિલ્લા ખેતીવાડી વિભાગના અધિકારી નાયબ વિસ્તરણ અધિકારી તલાટીશ્રી ગ્રામસેવક આવાસ યોજના વિભાગ સખીમંડળ વિભાગ સ્વચ્છ ભારત મિશન વિભાગ આરોગ્ય વિભાગ મનરેગા વિભાગ મકાન અને માર્ગ વિભાગ તેમજ ગ્રામ્ય કક્ષાએ ફરજ બજાવતા સરકારી અધિકારીશ્રીઓ સાથે શંખેશ્વર તાલુકાના વિકાસ માટે કાર્યરત રિલાયન્સ ફાઉન્ડેશનની ટીમ ની હાજરી ગ્રામસભાને સફળ ગ્રામસભા બનાવવા માટે ઉત્તમ ઉદાહરણ 

રાધનપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..