Back

કાલોલ માં જાહેરનામા ના ભંગ ના ત્રણ કેસ. મહારાષ્ટ્ર થી મુસાફરોને લઈ જતું કન્ટેનર ઝડપી પાડ્યુ.

પંચમહાલ.કાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલા



● બંધ કન્ટેનર માં ઠસોઠસ મુસાફરો ભરેલ ઝડપાયા.

કાલોલ માં જાહેરનામા ના ભંગ કરી પોતાના પાન બીડી નો  ગલ્લા ખોલી માણસો ભેગા કરી પાન,પડીકી, બીડી, સિગરેટ,ગુટકા,સિગરેટ નો વેપાર કરતા જગદંબા સોસાયટી અને પરષોત્તમનગર સોસાયટી ના બે વ્યક્તિ ઐયુબખાન મહેબૂબખાન પઠાણ,અને મહમદહનીફ ઇબ્રાહિમખાંન પઠાણ ની જીલ્લા મેજિસ્ટ્રેટ ના જાહેરનામા ના ભંગ ના ગુના દાખલ કરી અટક કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે જ્યારે અન્ય કેસ માં એક મોટા કન્ટેનરમાં ગેરકાયદેસર રીતે મુસાફર ભરી લઈ જતા અટકાયત કરી કાયદેસર કાર્યવાહી કરી છે.

 કોરોના વાઈરસ ના સંક્રમણ ને કારણે મુસાફરો ના આવન જાવન પર પ્રતિબંધ મૂક્યો છે તેમ છતાં પણ કોરોના ના ચેપ લાગે તેમ જાણવા છતાં પોતાના અને અન્યો ના જીવ ને જોખમમાં મૂકી ને   વલસાડ પાસેથી ગુજરાત બોર્ડર પરથી ૫૫ જેટલા સ્ત્રી પુરુષો,બાળકો ને બંધ બોડી ના કન્ટેનર નં જી.જે.૦૬ એ ઝેડ ૪૬૮૧ માં ભરી ને રાજસ્થાન ના જયપુર ખાતે લઈ જતા હોવાથી કાલોલ મામલતદાર ને મળેલ માહિતી ને આધારે મધવાસ ખાતે ના રિલાયન્સ પેટ્રોલ પંપ પર થી પકડી પાડી કાલોલ ખાતે લાવી ગૃહ વિભાગ અને જીલ્લા કલેક્ટર ના જાહેરનામા ભંગ  સહિત ની  ઈ .પી.કો કલમ ૨૬૯,૨૭૦,૧૮૮,૧૧૪ મુજબ ફરિયાદ નોંધાવી કન્ટેનર ના ચાલક રીંછપાલ બંસીભાઈ રેબારી રે પાલવાસ,રેબારી ઠાની  તા ફુલેરા જી જયપુર  ની અટક કરી તથા કન્ટેનર માલિક હનુમાન ચૌધરી રે બગરુ જી જયપુર સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી  અટક કરવા ની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે કન્ટેનરમાં બેઠેલ મુસાફરો ને વહીવટી તંત્ર દ્વારા રાજસ્થાન ની સરહદ સુધી મોકલી આપવાની તજવીજ ધરેલ હોવાનું જાણવા મળ્યું છે.

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..