Back

કાલોલની શ્રીનાથ સોસાયટીના રહીશો દ્રારા સમગ્ર સોસાયટીને "કોરોનામુક્ત"બનાવવા પ્રેરણાદાયી પહેલ.

પંચમહાલ. કાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલા



આજે  સમગ્ર દુનિયા કોરોના વાયરસના રાક્ષસ સામે પોતાનુ અસ્તિત્વ ટકાવી રાખવા ઝઝુમી રહી છે.  વડાપ્રધાન નરેંદ્રભાઇ મોદીએ પણ આ વૈશ્વિક મહામારી સામે લડવા માટે સમગ્ર માનવ સમુદાયને જાગ્રત રહેવા માટેની અપીલ કરી હતી.

કહેવાય છે કે કોરોના વાયરસની આ મહામારીનો જો કોઇ સચોટ ઇલાજ હોય તો તે છે વ્યક્તિગત સંક્રમણથી બચવુ. એટલે કે કોઇ પણ વ્યક્તિના સંસર્ગમા ન આવતા દરેક વ્યક્તિએ એકબીજાના સીધા સંપર્કમા આવવાથી બચવુ જોઇયે. કોરોના વાયરસ વાયુ દ્રારા નહિ પરંતુ વ્યક્તિગત સ્પર્શ દ્રારા જ શરીરમા દાખલ થાય છે. એટલે આ મહામારીને “ નો એંટ્રી ” કહેવા માટે કાલોલની શ્રીનાથ સોસાયટીના જાગૃત રહીશો દ્રારા કોરોના વાયરસના દુસ્પ્રભાવ સામે સ્વયંશિસ્તથી  સમગ્ર સોસાયટીનુ  લોકડાઉન કરવામા આવ્યુ છે. સોસાયટીના રહીશોએ પોતાની સોસાયટીમા બહારનો કોઇ પણ અનઅધિકૃત વ્યક્તિ દાખલ ના થાય એ માટે પોતાની સોસાયટીના દ્રાર આગળ સુયોજીત આયોજન કરેલ છે. સોસાયટીના જાગૃત રહીશો દ્રારા લેવાયેલ આ સરાહનીય પગલા માટે આજુબાજુના વિસ્તારના લોકોએ પણ આ પ્રેરણાદાયી કાર્યને બિરદાવ્યુ છે. કાલોલના વહીવટીતંત્રએ પણ કાલોલની બધી જ સોસાયટીઓના બધા જ રહીશો આનાથી પ્રેરણા લે અને સમગ્ર કાલોલને “કોરોનામુક્ત” બનાવવાના સહિયારા પ્રયાસને સફળ બનાવે એવી અપિલ કરેલ છે.

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..