Back

કાલોલ નગરમાં આવેલી પોસ્ટ ઓફિસ બંધ હોવાના કારણે કાલોલ નગર સહીત તાલુકાના વિવિધ ખાતેદારોને પરેશાન.

પંચમહાલ.કાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલા



આવશ્યક સેવા માં સમાવેશ છતાં પણ પોસ્ટઓફિસ બંધ હોવાથી લોકો પરેશાન.

કાલોલ નગરમાં આવેલ પોસ્ટ ઓફિસ ૨૩ તારીખ થી બંધ હોવાના કારણે કાલોલ નગરની જનતા સહિત તાલુકામાંથી વિવિધ ખાતેદારોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કાલોલ નગરમાં આવેલ બેંકો બપોરે બે કલાક સુધી ચાલુ છે ત્યારે પોસ્ટ ઓફિસ છેલ્લા છ દિવસ થી  ખુલ્લી ન હોવાના કારણે પોસ્ટ ઓફિસના ખાતેદારો રોજ સવારે પોસ્ટ ઓફિસના ધક્કા ખાઈ વીલા મોઢે પાછા આવે છે.

● ખાસ કરીને વિધવા પેન્સનરો, સીનીયર સીટીઝન અને એમ.આઈ. એસ ની બાંધી આવક ઉપર નભતા લોકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે.

   કેટલાક પોસ્ટ ખાતેદારો જોડે વાત કરતા તેઓ જણાવે છે કે મારે પૈસા ઉપાડવાના હતા ત્રણ દિવસથી ચલાવું છું હજુ સુધી મને પૈસા મળેલ નથી.ટપાલ વિતરણ તો બંધ છે ઉપરાંત રજીસ્ટર પોસ્ટ પણ વાહનવ્યવહાર બંધ હોવાથી સ્વીકારતું નથી એ પૂરતું ટપાલ સેવા નું કામ બંધ હોય તે માની શકાય પરંતુ કાલોલ માં હાલ માં ચાલુ થયેલ ગેસ પાઇપલાઇન ના બીલો પોસ્ટ ઓફીસ માં સ્વીકારતા હોય પોસ્ટઓફિસ બંધ હોવાને કારણે બીલ ભરવામાં તકલીફ પડી રહી છે.

  અને નાણાંકીય લેવડદેવડ પણ સંપૂર્ણપણે બંધ કરી દીધેલ છે.પંચમહાલ જીલ્લા કલેક્ટર ના જાહેરનામાં માં પણ પોસ્ટ અને કુરિયર સેવા ચાલુ રાખવા નો ઉલ્લેખ કર્યો છે તેમ છતાં પણ કાલોલ પોસ્ટઓફિસ બંધ રહે છે જાણવા મળ્યા મુજબ ૩૧ માર્ચ સુધી કાલોલ પોસ્ટઓફિસ બંધ રહેશે જેથી હાલ પૂરતા કાલોલ માં પોસ્ટઓફિસ ની આવક ઉપર નભતા નાગરિકો તકલીફ માં મુકાયા હોવાનું જાણવા મળ્યું છે.

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..