Back

હાલોલમાં ઓનર કિંલીગ,યુવતીના પ્રેમસબંધની જાણ થતા પરીવારજનોએ કરી હત્યા

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી



કોરોના મહામારી વચ્ચે સમાજ માટે લાલબત્તી સમાન ઓનર કિલિંગ નો કિસ્સો સામે આવ્યો છે.પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના કંજરી ગામના પેટા ફળીયા ધનપુરીમાં રહેતી 18 વર્ષીય યુવતી નો બે દિવસ પહેલા કોતર માંથી મળી આવેલ મૃતદેહ પ્રકરણ માં પીએમ માં હત્યા થયાનો ઘટસ્ફોટ થતા યુવતી ને ફળિયા માં રહેતા યુવક સાથે પ્રેમ સબંધ હોવાની શંકા સોયા ને લઈ  તેની રિસ રાખી યુવતી ના માતા પિતા સહિત કાયદા ના  સંઘર્ષ માં આવેલ યુવતી ના ભાઈ ભેગા મળી દોરડાથી ગળે ટૂંપો દઈ હત્યા કરી હતી.

   હત્યા ના બનાવ ને અકસ્માત માં ખપાવવા યુવતી ના મૃતદેહ ને હત્યા કરી કોતર માં નાખી દઈ પુરાવા નો નાશ કર્યા ની ઘટના પ્રકાશ માં આવતા પોલીસે હત્યા સહિત પુરાવાનો નાશ કરવામાં માતા પિતા સહિત કાયદા ના સંઘર્ષ માં આવેલ કિશોર સામે હાલોલ  રૂરલ પોલિસે ગુન્હો નોંધી હત્યારા માતા પિતા ની ધરપકડ કરી કાર્યવાહી કરી છે.

   પોલીસ વર્તુળ દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ તાલુકા ના કંજરી ગામ ના મધ્યમ વસ્તી ધરાવતા પેટા ફળીયા ધનપુરી ફળિયા માં રહેતા ઉદેસિંહ અભેસિંગ ઉર્ફે  અદેસિંગ  નાયક ની મોટી પુત્રી સુનિતા ઉ.18  નો બે દિવસ પહેલા ઘર નજીક કોતર માંથી તેનો મૃતદેહ મળી આવતા પોલિસે અકસ્માત મોત ની નોંધ કરી મૃતદેહ નું હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ કરાવ્યું હતું. સુમિત્રા ના પરિવાર જનો એ સુનિતા બનાવ ના દિવસે સાંજેે કુદરતી હાજતે ગઇ હતી અને પરત ન આવતા તેની શોધખોળ કરતા કોતર માંથી તેનો મૃતદેહ મળી આવ્યો હોવાનું રટણ કર્યું હતું.

    પોલિસે મૃતક સુનિતા ના મૂર્તદેહ નું પીએમ કરાવતા ઘટસ્ફોટ થયો હતો જેમાં સુમિત્રા નું ગળું દબાવવા થી મોત થયા નું રિપોર્ટ માં આવતા પોલિસે સુમિત્રા ના પિતા ઉદેસિંગ નાયક અને માતા સુમિત્રા ઉદેસિંગ ની પુછપરછ કરતા પુત્રી સુનિતા ને ફળિયા માં રહેતા યુવક સાથે પ્રેમ સબંધ હોવાની જાણ થતાં ઉદેસિંગ અને પત્ની સુમિત્રા સહિત કાયદાના સંઘર્ષ માં આવેલ કિશોર એ પુત્રી સુનિતા ને દોરડા થી ગળે ફાસો આપી હત્યા કરી પુરાવાનો નાશ કરવા મૃતદેહ ને કોતર માં નાખી આવી હત્યા ને અકસ્માત માં ખપાવવા ની સાજીસ નો પીએમ રિપોર્ટ માં ખુલાસો થતા પોલિસે ગુન્હો નોંધી હત્યારા માતા પિતા ઉદેસિંગ અને પત્ની સુમિત્રા ની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..