Back

પાવાગઢ :- મુખ્યમંત્રી રાહતફંડમાં પાવાગઢના કાલીકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્રારા ૫૧ લાખનો ફાળો આપવાની જાહેરાત

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી



સમગ્ર વિશ્વ ને હાલ કોરોના વાયરસે ભરડા માં લીધું છે ત્યારે દેશ ની તેમજ રાજ્ય ની સરકાર દ્વારા આગામી 14 એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યો છે ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા લોકડાઉન દરમ્યાન સરકાર દ્વારા જે લોક ઉપયોગી પગલાં લેવાઈ રહ્યા છે જેમકે ગરીબ તેમજ મજૂર વર્ગ કે જેઓ દરરોજ પોતાનું પેટિયું રળીને જીવન ગુજરાન ચલાવતા હોય છે.તેમજ વિવિધ લોક ઉપયોગી પગલાં ના ભાગ રૂપે મુખ્યમંત્રી રાહત ફંડ ની જાહેરાત કરવામાં આવી છે ત્યારે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ શ્રી ક્લીકા માતાજી મંદિર ટ્રસ્ટ,  દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડ માં ફાળો આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

   ત્યારે હાલોલ તાલુકાના સુપ્રસિધ્ધ યાત્રા ધામ પાવાગઢ ના શ્રી ક્લીકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી ની આગેવાની માં સરકાર જે રીતે લોક ઉપયોગી પગલાં લઈ રહી છે તેવા ભગીરથ કાર્ય માં સરકાર ને મદદરૂપ થવા " મુખ્યમંત્રી રાહત ફંડ" માં 51 લાખ નો ફાળો આપવાની જાહેરાત કરવામાં આવી છે. તેમજ માતાજી સરકાર ના ભગીરથ કાર્ય માં સફળતા અપાવશે અને દેશ ને મહામારી ના સંકટ માંથી ઉગારશે એવી અભ્યર્થના કરવામાં આવી હતી.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..