Back

રાજપીપલા ના બજારો માં રાખડીની ખરીદી કરવા લોકોની ભીડ

નારીશક્તિ ના ઉત્તમ પર્વ એવા રક્ષાબંધન નિમિત્તે રાજપીપલા ના બજારો માં રાખડીની ખરીદી કરવા લોકોની ભીડ

રાજપીપળા જુનેદ ખત્રી

આવતી કાલે રક્ષાબંધન નો પવિત્ર તહેવાર છે ત્યારે રાજપીપલા ના બજારો માં રાખડી તથા મીઠાઈઓ ની ખરીદી શરૂ થતાં વ્યાપારીઓ માં ખુશી જોવા મળીરહી છે.

રક્ષાબંધન ના પવીત્ર તહેવારે બહેનો પોતાના ભાઈ ને રાખડી બાંધે છે, બહેનો પોતાના વ્હાલા ભાઈઓ માટે  રાખડી ખરીદવામાં સારામાં સારી રાખડી પસંદ કરતી હોય છે.

જોવા જઈએ તો રક્ષાબંધન નું પર્વ એ નારીશક્તિ નું ઉત્તમ ઉદાહરણ છે, કેમ કે રાખડીનું ઉત્પાદન એ ગૃહઉદ્યોગ માં સમાવિષ્ટ છે જેમાં રાખડી બનાવવામાં મહિલાઓ નો ખૂબ મોટો ફાળો છે ઉપરાંત ભાઈ ને રાખડી બાંધી બહેન પોતાને રક્ષા કવચ તૈય્યાર કરતી હોય છે, કેટલાક લોકસમૂહ માં પત્ની પોતાના પતિ ને પણ રાખડી બાંધતી હોય છે.

ચાલુ વર્ષે બજારમાં અવનવી ડિઝાઇન ની રાખડીઓ ની માંગ વધી છે, ઉપરાંત રુદ્રાક્ષ, ડાયમંડ વિગેરે રાખડીઓ બહેનો ની સદાબહાર પસંદગી હોય છે, બાળકો માં જોવા જઈએ તો છોટાભીમ જેવા કાર્ટુન વાળી રાખડી અને લાઈટવાળી રાખડી ફેવરિટ હોય છે.