Back

સ્ટેચ્યુ ખાતે બસ અકસ્માતમાં ઇજાગ્રસ્ત આ દર્દીને હેલિકોપ્ટર મારફત અમદાવાદ ખસેડાયા ..!!

સ્ટેચ્યુ ખાતે બસ અકસ્માતમાં ઇજાગ્રસ્ત આ દર્દીને હેલિકોપ્ટર મારફત અમદાવાદ ખસેડાયા ..!!

સ્ટેચ્યુ ખાતે આજે રેકોર્ડ બ્રેક ૩૦ હજાર પ્રવાસીઓ નોંધાયા

રાજપીપળા : જુનેદ ખત્રી

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આજે સવારે બે બસ વચ્ચેના અકસ્માતમાં 17 થી 20 જેટલા દર્દીઓ ઘાયલ થયા હતા ત્યારબાદ ઘાયલ દર્દીઓને ગરુડેશ્વર સી.એચ.સી સેન્ટર ખાતે અને અમુક દર્દીઓને રાજપીપળા સિવિલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા જેમાંથી કેટલાક દર્દીઓને વધુ ઇજા થવાના કારણે સારવાર અર્થે વડોદરા અને અમદાવાદ રિફર કરવામાં આવ્યા હતા

નર્મદા જિલ્લા કલેકટર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ના સીઈઓ આઈ કે પટેલના જણાવ્યા મુજબ લીમડી ગામ પાસે અકસ્માત થયો હતો જેમાં ૧૭ પ્રવાસીઓને ઇજા થઇ હતી જેમાંથી એક વડોદરાના મહિલા પ્રવાસી કિનની બેન પટેલને સ્ટેચ્યુ ઓફ યુનિટીના હેલિકોપ્ટર દ્વારા વડોદરા અને ત્યાંથી અમદાવાદ વધુ સારવાર માટે રીફર કરાયા છે ઉપરાંત અન્ય એક ઇજાગ્રસ્ત પ્રવાસી ને વડોદરા એસ.એસ.જી હોસ્પિટલમાં ખસેડાયા છે અને એક દર્દી ને આંખ માં ઇજા થતાં અમદાવાદ ની નગરી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે

અત્રે એ ઉલ્લેખનીય છે કે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સૌથી વધુ રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ નોંધાયા છે જેમાં ગત દિવાળી સમયે એક દિવસે ૨૮ હજાર પ્રવાસીઓ નોંધાય હતા જે રેકોર્ડ આજે બ્રેક થઈ ૩૦ હજાર પ્રવાસીઓ એ સ્ટેચ્યુ ની મુલાકાત લીધી હતી જેના કારણે વહીવટી તંત્ર દ્વારા પ્રવાસીઓને ધ્યાનમાં લઈ ખાસ વધારાનો મેનેજમેન્ટ સ્ટાફ ઉપરાંત પોલીસ બંદોબસ્ત પણ વધારવામાં આવ્યો છે અને સ્ટેચ્યુ ના સી.ઇ.ઓ આઈ કે પટેલે વધુ માં જણાવ્યું હતું કે આવતીકાલે રવિવાર હોઈ પ્રવાસીઓ ની સુવિધાઓને ધ્યાને લઇ આજે સાંજે જરૂરી મિટિંગ નું પણ આયોજન કરાયું છે

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..