Back

ખેડૂતો માટે ખુશીના સમાચાર મચ્છુ ડેમ - 3 પાણી છોડવામાં આવશે

મોરબી તાલુકાના મચ્છુ ડેમ - 3 ની હેઠવાસના ગામો સાદુળકા, રવાપર (નદી) ગૂંગણ, માનસર, નારણકા, મેઘપર તથા મચ્છુ નદીના કાંઠે આવેલા ગામોના ખેડૂતોના ઉભા પાકને સફળ બનાવવા એક છેલ્લા પાણની આવશ્યકતા હતી, ખેડૂતોએ પૂર્વ ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાનો સંપર્ક કરતા શ્રી કાંતિભાઈ અમૃતિયાએ માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ અને સિંચાઈ વિભાગના સચિવશ્રી તેમ જ ચીફ એન્જીનીયરનો સંપર્ક કરી મંજૂરી આપવા રજુઆત કરી હતી અને આનંદની વાત એ છે કે આ મંજૂરી મળી જવા પામેલ છે આ મંજૂરી મળી જતા ઉપરોક્ત ગામોના સિંચાઈ મેળવતા ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે. ખેડૂતોના લાભ માટે ગુજરાત સરકારશ્રીએ આ વૈશ્વિક મહામારીમાં પણ ખેડૂતો માટે છૂટછાટો આપી છે અને શ્રી કાંતિભાઈની રજુઆત સફળ રહી છે ત્યારે શ્રી કાંતિભાઈ મોરબી માળીયા વિધાનસભા વિસ્તારની જનતા માટે 24 x 7 સક્રિય છે હતા અને રહેશે એ ફરી એક વખત પુરવાર થયું છે.શ્રી કાંતિભાઈ અમૃતિયાએ આ માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલનો2 આભાર માનેલ છે

Dhaval Trivedi

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..