Back

મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિનું સફાઈ અભિયાન વેગવંતુ

મોરબીમાં વ્યાપેલી ગંદકી અને ઠેર ઠેર ઉકરડાને પગલે તંત્રની રાહ જોવાનું છોડીને નાગરિકોએ જાતે ઝાડું ઉઠાવ્યું હતું અને મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિની રચના કરવામાં આવી જેમાં ડોક્ટર, સીએ, વેપારીઓ, નોકરિયાત સહિતના વર્ગના યુવાનો જોડાયા છે અને સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યા છે

        ત્યારે મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ ટીમ દ્વારા તા. ૦૬ ને રવિવારના રોજ સવારે ૦૬ : ૩૦ કલાકે મારૂ મોરબી સ્વચ્છ મોરબી સૂત્ર હેઠળ માર્કેટિંગ યાર્ડ પાસે શનાળા રોડ મોરબી ખાતે સફાઈ અભિયાન ચલાવવામાં આવશે હાલ સફાઈ અભિયાનમાં ૧૫૦ થી વધુ સભ્યો છે અને સફાઈ અભિયાનમાં જોડાવવા માટે પણ ટીમ દ્વારા યુવાનોને અપીલ કરવામાં આવી છે.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..