Back

મોરબીમાં કોરાના કહેર વચ્ચે યુવા આર્મી ગ્રુપ જરૂરીઆતમંદ ગરીબોને જમાડવાની સાથે દર્દીઓ માટે રક્તદાન કર્યું

મોરબી: કોરાના વાયરસને ફેલાતો અટકાવવા માટે હાલમાં સમગ્ર મોરબીમાં લોકડાઉન છે. આથી લોકોને આવશ્યક કામકાજ સિવાય ઘરની બહાર નીકળવા માટે મનાઈ છે. આવા સમયે અનેક સેવાભાવી સંસ્થાઓ જરૂરિયાતમંદ લોકોની વ્હારે આવી છે. જેમાં સતત લોકડાઉનમાં ખડેપગે રહી યુવા આર્મી ગ્રુપ જરૂરિયાતમંદ ગરીબોને જમાડવાની સાથે દર્દીઓને રક્તદાન કરી માનવતા મહેકાવી રહ્યું છે. 

જેમાં આજ સિવિલ હોસ્પીટલ બ્લડ બેંક ખાતે જરૂરીઆતમંદ દર્દીઓ માટે વોલન્ટરી બ્લડ ડોનેશન યોજાયેલ હતુ. તેમાં કાંતિલાલભાઈ ફુલતરીયા, વિશાલભાઇ હિરાણી, મેહુલ મકાતી, મનિષભાઇ પટેલ, પિયુષભાઇ વડગસીયા સહિતના સેવાભાવી યુવા આર્મી ગ્રુપના યુવાનોએ રક્તદાન કર્યું હતું. અને આવી કપરી પરિસ્થિતિમાં પણ ઘણા લોકોને રક્તની સુવિધા ઉદ્દભવી હોય છે. જેના માટે હમેંશા યુવા આર્મી ગ્રુપે ખડેપગે રહી રક્ત પહોંચાડશે. તથા લોહીની ઈમરજન્સી જરૂરિયાત માટે હેલ્પલાઈન મો.૯૩૪૯૩ ૯૩૬૯૩ પર સંપર્ક કરવા યુવા આર્મી ગ્રુપના પિયુષભાઇ બોપલિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..