Back

મોરબી : ધાકધમકીથી ડરી ગયેલ યુવાને ત્રીજા માળેથી કૂદતાં મોત

 મોરબીના નવલખી રોડ પરના લાયન્સનગરમાં ભાડાનું મકાન ખાલી કરાવવા બાબતે થયેલ માથાકૂટ બાદ બે શખ્શોએ યુવાનને ધમકાવ્યો હોય અને માર મારવાના ઈરાદે આવ્યા હોય જેથી ડરી ગયેલા યુવાને ત્રીજા માળે ગેલેરીમાંથી કુદકો માર્યો હતો અને વીજશોક લાગતા યુવાનનું મોત થતા પોલીસે બે સામે ગુન્હો નોંધી તપાસ ચલાવી છે  ફરિયાદી દક્ષાબેન ગોસ્વામીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તેના પતિ અશોકપરી ગોસ્વામી (ઉ.વ.૩૭) ને અગાઉ ફ્લેટમાં રહેતા સુરજ્ભાઈ ગઢવી અને અન્ય સાથે ઝઘડો થયો હતો અને આ બાબતનો ખાર રાખી અબુ મુસાભાઈ અને રાજીયો પરમાર ફ્લેટે પાર મારવા આવવાના છે તેવી જાણ થઇ હતી અને રાત્રીના સાડા અગિયારના સુમારે બંને ઈસમો હાથમાં લાકડાના ધોકા લઈને આવતા હોય જેથી ફરિયાદીના પતિ અશોકપરી ગોસ્વામી અને તેના મિત્રોને બીક લાગતા પતિ અશોક અને મિત્ર મનોજ ઉપરના ધાબા બાજુ દોડીને ભાગવા લાગ્યા હતા અને ગૌરાંગ નીચેના માળે ભાગી ગયા હતા અને દરમીયાન ફરિયાદીના પતિ અશોકપરી બે શખ્શો માર મારવા આવતા હોય જેથી ડરી જતા ત્રીજા માળે ગેલેરીમાંથી કુદી પાડતા તેને ઇલેક્ટ્રિક લાઈનના તાર પર પડતા ઇલેક્ટ્રિક શોર્ટ લાગ્યો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલ લઇ જતા ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યા હતાં

મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે

Dhaval Trivedi

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..