Back

કોરાના કહેર વચ્ચે જરૂરિયાતમંદ દર્દીઓ માટે નારણકા યુવા ગ્રુપ દ્વારા મોરબી સિવિલ હોસ્પીટલમાં રક્તદાન કરાયું

(અહેવાલ: જયેશ બોખાણી)

મોરબી: કોરાના વાયરસને ફેલાતો અટકાવવા માટે હાલમાં સમગ્ર મોરબીમાં લોકડાઉન છે. આથી લોકોને આવશ્યક કામકાજ સિવાય ઘરની બહાર નીકળવા માટે મનાઈ છે. આવા સમયે અનેક સેવાભાવી સંસ્થાઓ જરૂરિયાતમંદ લોકોની વ્હારે આવી છે. સાથે મોરબીમાં દર્દીઓ માટે રક્તની જરૂરિયાતમાં હમેંશા યુવા આર્મી ટીમ ખડેપગે રહી છે. છતા પણ જરૂરીઆતમંદ ગરીબ દર્દીઓ માટે બ્લડ ડોનેશન યોજાયેલ.

જેમાં સિવિલ હોસ્પીટલ બ્લડ બેંક ખાતે વોલન્ટરી બ્લડ ડોનેશન યોજાયેલ જેમાં ડો.કપિલ બાવરવા સાહેબ દ્વારા નારણકા ગામના પ્રવિણભાઇ જીવરાજભાઇ મોરડીયા સાથે સંર્પકમાં વાત થતા પ્રવિણભાઈએ ૧૨ રક્ત ડોર્નર વોલન્ટરી સિવિલ હોસ્પીટલમાં જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્ત ડોનેટ કરેલ હતું. અને આગળ પણ ભવિષ્યમાં રક્તની જરૂર પડે ત્યારે સ્વૈચ્છિક રક્તદાન કરવાની જાહેર નારણકા યુવા ગ્રુપના યુવાનો તથા પ્રવિણભાઇ મોરડીયા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. અને વધુમાં આવી વિપરત પરિસ્થિતિમાં સહુ કોઈ આગળ આવી એક-બીજાને મદદરૂપ  બનવા અપિલ કરી હતી. નારણકા યુવા ગ્રુપના પ્રવિણભાઈ મોરડીયા, અશોકભાઈ મોરડીયા, કાંતિલાલભાઈ સુરાણી, હિરેનભાઈ મોરડીયા, ચેતનભાઇ ભાયાણી, પ્રફુલભાઇ સુરાણી, હર્ષદભાઇ મેરજા, જીતેન્દ્ર મોરડીયા, નરેશભાઈ સુરાણી, અક્ષય મેરજા, રાજેન્દ્રભાઈ મોરડીયા, દિપ દાવા તમામ યુવાનો એ સ્વૈચ્છિક રક્તદાન કર્યુ હતુ.

આ તકે ડો.કપિલભાઈ બાવરવા જણાવ્યું હતું કે, રક્તદાન એ મહાદાન છે, અને નારણકા યુવા ગ્રુપના ૧૨ સભ્યો એ રક્તદાન કરી સારૂ ઉમદા કાર્ય કરેલ છે. અને સિવિલ હોસ્પીટલમાં જરૂરિયાતમંદ ગરીબ દર્દીઓ જ આવતા હોય છે. અને એમને ઉપયોગી બનવા માટે આ સેવાનું કાર્ય છે. અને આ કાર્યમાં વધારેમાં વધારે લોકો જોડાય. અને આના કારણે નવાયુવાનોમાં રક્તદાન કરવાની પ્રેરણા આવે છે.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..