Back

ઉમિયા માનવ સેવા ટ્રષ્ટ- મોરબી તરફથી રૂપિયા એક લાખ મુખ્યમંત્રી રાહત ફન્ડમાં આપ્યા

"નથી ખબર કે અમારે પંથ શી આફત ખડી છે,
ખબર છે એટલે કી ભારત માત ની હાકલ પડી છે,'
 ગુજરાત અને ભારતની ખમીરવંતી અને દિલેર દાનવીર લોકો જ્યારે જ્યારે દેશ પર કોઈ આફત આવે,મુશ્કેલીઓ આવે ત્યારે દેશ માટે લોકો તન,મન અને ધન ન્યોછાવર કરતા હોય છે હાલ જ્યારે સમગ્ર વિશ્વની સાથે ભારત દેશને જ્યારે કોરોના એ ભરડો લીધો છે અને સરકાર અને તંત્ર ને કોરોના મહામારી સામે લડવા માટે હિંમત અને બળ મળે એ માટે લોકો છુટા હાથે દાન આપી રહ્યા છે એ દાનમાં વધારો કરવા માટે ઉમિયા માનવ સેવા મંડળ તરફથી પ્રમુખશ્રી પોપટભાઈ કગથરાએ રૂપિયા એક લાખની ધનરાશીનો ચેક કલેક્ટરશ્રીને અર્પણ કરી મુખ્યમંત્રીશ્રીના રાહત ફન્ડમાં ફૂલ નહિ તો ફૂલની પાંખડી જમા કરવા માટે આપી "માનવ સેવા એજ પ્રભુ સેવા"ની ભાવનાને ચરિતાર્થ કરેલ છે આમેય જ્યારે જ્યારે કોઈ કુદરતી આપતી વખતે,શહીદ જવાનો માટે જ્યારે જ્યારે મદદની જરૂર પડી હોય ત્યારે મોરબી વાસીઓ ભામાશાની જેમ પોતાનો ખજાનો ખુલ્લો મુક્યો છે

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..