Back

ખેરાલુ ની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત વિશેષ જનસંપર્ક

ક્ષેત્રિય પ્રચાર કાર્યાલયપાલનપુર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત  આયોજિત વિશેષ જનસંપર્ક કાર્યક્રમ

 

મહેસાણા જિલ્લા ના ખેરાલુ શહેર ની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ખાતે ભારતસરકાર ના સૂચના અને પ્રસારણ મંત્રાલય,ના ક્ષેત્રિય પ્રચાર કાર્યાલય,પાલનપુર દ્વારા  સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત વિશેષ જનસંપર્ક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું.

ભારત સરકારના સ્વચ્છ ભારત અભિયાન  ના વિવિધ માપદંડો જેવાકે લીલી અને વાદળી કચરાપેટીમાં ભીના અને સૂકા કચરાનું વર્ગીકરણ, સખત કચરાનો નિકાલ અને રિસાઈકલિંગ, પોતાના ઘરમાં સ્વપ્રયત્નો અને સ્વસહાય જુથો દ્વારા ખાતરનું ઉત્પાદન કરી તેનો ઉપયોગ ,પ્લાસ્ટીક નો ઓછો વપરાશ, જ્યાં ત્યાં ગંદકી કરવાની ટેવો માં બદલાવ લાવવા ના સૂચનો અને મુખ્યત્વે 3 આર રેડ્યુસ, રિ યુસ અને રિસાઈકલિંગ નું મહત્વ સમજાવવા આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું.જેમાં રેલી, સમુહચર્ચા , જનજાગૃતિ નાટક, ફિલ્મ શો વિવિધ સ્પર્ધાઓ નું આયોજન કરવામાં આવ્યું.વિશેષ મા સ્તનપાન સપ્તાહ અંતર્ગત કઠોળ, શાકભાજી, ફળફળાદિ અને અન્ય પૌષ્ટિક આહાર માટે રંગોળી હરિફાઈ તથા બાળ તંદુરસ્તિ હરિફાઇ નુ આયોજન સાથે વિવિધ પ્રવૃત્તિઓ કરવામા આવી.

ક્ષેત્રિય પ્રચાર કાર્યાલય, પાલનપુર દ્વારા પ્લાસ્ટીક ના ઓછા વપરાશ, સ્વચ્છતા ના વિચારો ને પોતાના જીવનમાં ઉતારવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના સ્વચ્છતા અથાગ પ્રયત્નો તેમજ પૂજ્ય બાપુના સંદેશ દ્વારા  નાગરિકોના ઉજ્જવળ ભવિષ્ય માટે અને આપણી આવનાર પેઢીના આરોગ્ય ને રોગમુક્ત બનાવવા અને  સ્વચ્છ સુંદર પ્રગતિશીલ  અને સાચા અર્થ માં સ્વચ્છાગ્રહી રાષ્ટ્ર નું નિર્માણ કરવા અપીલ કરી હતી.

કાર્યક્રમ માં ઉપસ્થિત જનતા ને સ્વચ્છતા શપથ અપાવ્યા હતા. કાર્યક્રમમાં  જિલ્લા પ્રોગ્રામ અધિકારી ગૌરીબેન, મામલતદાર ખેરાલુ કટારીયા, તાલુકા વિકાસ અધિકારી ,ખેરાલુ અનિલ રામી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મેહસાણા ના ઍ.પી.ઓ વિજય મકવાણા, તાલુકા આરોગ્ય કચેરી ના મુળજી ભાઈ ચૌધરી,સંકલિત બાળ વિકાસ અધિકારી, ખેરાલુ, જ્યોસ્ત્નાબેંન પંડ્યા તથા ખેરાલુ સ્વચ્છ ભારત કો ઓર્ડિનટર મધુબેન વાઘેલા, આઈ.ટી.આઈ ખેરાલુ માથી જિગર ચૌધરી સાથે સંસ્થા ના અગ્રણિયો , ગ્રામલોકો,આઈ.સી.ડી.એસ ની બહેનો, વિધાર્થિઓ મોટી સંખ્યા મા ઉપસ્થીત રહ્યા હતા. પ્રોગામ અધિકારી ગૌરીબેન દ્વારા  પોષણ સાથે માતા અને બાળક ના ઉછેર મા સ્વચ્છતા નુ મહત્વ સમજાવ્યું.   ઉપસ્થિત મહેમાનો દ્વારા સારા આરોગ્ય માટે આદતો માં પરિવર્તન તેમજ ગાંધીજી ના વિચારો ની વાત જણાવતા ઉપસ્થિત દર્શકો ને સ્વચ્છતા સંકલ્પ અપાવ્યો હતો.

આ કાર્યક્રમમાં સામાજિક આગેવાનો કર્મચારીઓ, સાથે મોટી સંખ્યામાં વિધાર્થીઓ, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં આઈ.સી.ડી.એસ.ખેરાલુ ની બહેનો દ્વારા સ્વચ્છતા, બેટી વધાવો, પોષણ વિષય પર માનોરંજક તેમજ માહિતીસભર નાટીકા અને ભવાઇ પ્રસ્તુત કરવામા આવી , સાથે આજુબાજુ ગામ લોકો ની આયોજિત કાર્યક્રમ ની પ્રતિક્રિયા મૌલિક વિચારો દ્વારા આપી હતી.

કાર્યક્રમ ના અગ્રિમ પ્રચાર ના ભાગરૂપે ખેરાલુ ની અન્ય સંસ્થાઓ માં રંગોળી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા , વકતુત્વ સ્પર્ધા , ફિલ્મ શો, ચિત્ર પ્રદર્શની વગેરે કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું

ક્ષેત્રિય પ્રચાર કાર્યાલય,પાલનપુર દ્વારા મુખ્ય કાર્યક્રમ માં સ્પર્ધકોને ઇનામ આપી પુરસ્કૃત કરવામાં આવ્યા.

કાર્યક્રમ ના ઉદ્દેશ ને પાર પાડવા જિલ્લા વહિવટી તંત્ર, સામાજીક કાર્યકરો ,સંસ્થાઓ ખાસ કોલેજ ના ટ્રસ્ટીઓ નો સહયોગ મેળવ્યો. કાર્યક્રમ ની સંપૂર્ણ ભૂમિકા, આયોજન,સંચાલન ક્ષેત્રિય પ્રચાર કાર્યાલય પાલનપુર ના પ્રચાર અધિકારી જે.ડી.ચૌધરી દ્વારા કરવામાં આવ્યું

 

 

ખેરાલુ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..