Back

વિરપુર તાલુકો આગની લપેટમાં..ફાયર સેફ્ટીના અભાવના કારણે સરાડિયા ગામે મકાન બળીને ખાક..એકનું મોત

વિરપુર તાલુકો આગની લપેટમાં ફાયર સેફ્ટીના અભાવના કારણે સરાડિયા ગામે મકાન બળીને ખાખ..

- પ્રાથમિક તપાસમાં MGVCL બેદરકારિ જોવા મળી, વઘારે પળતો પાવર આવી જતાં આગલાગી

- આગ લાગતાંની સાથે સ્થાનિક તંત્ર તેમજ મામલતદાર વિ ડી પટેલ ઘટના સ્થળની મુલાકાત લીધી

- આગની લપેટમાં સોલંકી દિનેશભાઈ સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું

- દિનેશભાઈ પત્ની તેમજ બે વર્ષની પુત્રી સારવાર અર્થે લુણાવાડા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે


      મહિસાગર જીલ્લામાં વિરપુર તાલુકો છેલ્લા બે માસમાં આગના કારણે પાંચ મકાન બળીને રાખ થઈ ગયા છે તેમ છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં ના આવતા સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળે છે

   સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વિરપુર તાલુકાના સરાડિયા ગામમાં આવેલ  ગાંટી ફળીયામાં રહેતા સોલંકી ભલાભાઈ દલાભાઈ મકાનમાં રાત્રીના બાર વાગ્યાના સમયે મકાનમાં સોર્ટ સર્કિટ થતાં આગ લાગતાં સોલંકી ભલાભાઈના પુત્ર તેમજ પત્ની અને બે વર્ષની માસૂમ બાળકી સુતેલા હતા તે દરમિયાન જોતજોતામાં આગની ઝપેટમાં આવી જતાં ભલાભાઈ પૂત્ર સોલંકી દિનેશભાઈ અને તેમની પત્ની તેમજ નાની બાળકી સહિત ના તમામ સભ્યો આ આગની લપેટમાં સપડાયા હતા  બાદમાં બાજુમાં રહેતા લોકોએ બુમા બરાડા પાડી આગને કાબૂમાં રાખવા ગણા પ્રયત્નો કર્યા પરંતુ આગે વિકરાળ સ્વરૂપ લેતા ફાયર સેફ્ટીમા જાણ કરવામાં આવી હતી પરંતુ સરાડિયા થી લુણાવાડા ૨૫ થી ૩૦ કિલોમીટર દૂર હોવાથી ઘટના સ્થળે આવવામા લેટ પડી જતાં આખું મકાન બળીને ભસ્મ થઈ ગયું હતું આ આગની લપેટમાં દિનેશભાઈ ભાઈનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું

   જ્યારે આ આગની જાણ સ્થાનિક તંત્રને થતાં ઘટના સ્થળે દોડી આવ્યુ હતુ અને તમામ પ્રકારની મદદ કરવા સ્થાનિક તંત્ર આશ્ર્વાસન આપ્યું હતું વિરપુર તાલુકામાં આગની‌ તમામ ઘટનાઓના કારણે રહેણાંક મકાનમાં અંદાજીત ત્રણ થી ચાર લાખ રૂપિયાનુ નુકસાન થયું હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની મદદ કરવામાં આવી નથી

   છેલ્લા બે મહિનાની અંદર ડેભારી,ભરોડી,સરાડિયા ગામમાં આગના વઘુ બનાવ બની ચુક્યા છે તે અનુસંધાને વિરપુર તાલુકાને ફાયર સેફ્ટી સ્ટેશન આપવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી તેમજ જવાબદાર કલેકટર, મામલતદાર કચેરી આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવ્યાં નથી જેના કારણે વિરપુર તાલુકામાં રોજ બે રોજ આગના અવનવા બનાવો બની રહ્યા છે જો વિરપુર તાલુકાને ફાયર સેફ્ટીની સુવિધા યુઘ્ધના ઘોરણે આપવામાં આવે તેવી પ્રજા ઈચ્છી રહી છે..

(વિશેષ અહેવાલ- વિપુલ જોષી વિરપુર)

વિરપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..