Back

નખત્રાણા માં ભાજપના ઉમેદવારનો રોડ-શો અને લોકસંપર્ક કાર્યક્રમ યોજાયો.

સતાએ પદની શોભા નો ભાગ નથી પણ સતાએ સેવા કરવાનો અવસર છે. વિનોદભાઇ ચાવડા

દેશ અને દુનિયા માત્ર બુધ્ધિ ગમ્ય તર્ક કે દલીલો થી નહીં પણ સત્ય, પ્રેમ, કરુણા, સમાનતા અને સહાનુભૂતિ જેવી સકારાત્મકતા થી ચાલે છે અને ટકે છે, તેમ નખત્રાણા મધ્યે લોક સંપર્ક રોડ શો દરમ્યાન કચ્છ લોકસભા ના ભાજપ ના ઉમેદવાર વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું.

વિશાળ જન સંખ્યા ધરાવતા લોક સંપર્ક દરમ્યાન વધુમાં ચાવડાએ જણાવ્યુ હતું કે ૨૦૧૪ થી ૨૦૧૯ દરમ્યાન વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી એ વિશ્વના રાષ્ટ્રોની મુલાકાત લઈ ત્યાના નેતાઓ ત્યાંના પ્રતિનિધિઓ પ્રજા સાથે મૈત્રી સંવાદ સાંધી વૈશ્વિક પ્રચંડ ડિપ્લોમેટિક કેપિટલ ઊભી કરી છે, અને “શક્તિશાળી” રાષ્ટ્ર તરીકે ભારતની વૈશ્વિક ઓળખ કરાવી છે, જૂઠના અને ભ્રમણા ના વંટોળ ઊભા કરી ભાગલાવાદી રાજનીતિ અને તુષ્ટિકરણ ની રાજનીતિ થકી કોંગ્રેસ વિકાસ વિરોધી માનસિકતા દાખવે છે માટે સમસ્ત ભારત નિર્ણાયક અને પૂર્ણ બહુમત વાળી સરકાર ઇચ્છે છે જે ભાજપ જ આપી શકે છે તેમ ચાવડાએ જણાવ્યુ હતું જ્યારે માજી રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડાએ જણાવ્યુ હતું કે મોદીની સરકાર એટેલે ગરીબોને અપાયેલ સધિયારો અને ગરીબો માટે લખાયેલી સુખ ચાલીસા-દેશના અર્થ તંત્ર ને દ્રઢ-સુદઢ બનાવી દેશને સુખી સમૃધ્ધ અને શિરમોર કરવાનો ઉપચાર છે. ચાવડા એ પોતાના સંસદીય વર્ધમાન કાળ માં પોતાના સંસદીય મત ક્ષેત્ર માં વિવિધ નેજાઑ હેઠળ સાંસદ સ્થાનીય વિકાસ યોજના અંતર્ગત કેન્દ્ર થી મળતા પાંચ વર્ષ ની ગ્રાન્ટ ના રૂપિયા ૨૫ કરોડ પુરાનો સદ ઉપયોગ કરી દર્દી વાહિની,  એમ્બ્યુલેન્સો, શાળામાં કોમ્પ્યુટર લેબ, એસ.ટી. સ્ટેશને વ્હીલ ચેર, રેલ્વે સ્ટેશનો અને નગરોમાં બેસવાની બેંચીસ, રમત ગમત મેદાન સુધારણા, પૂર સંરક્ષણ દીવાલો, ડસ્ટબીનો, સાંસ્ક્રુતિક હૉલ, તાલીમ ભવનો, ગૌ શાળા, મધ્યે ઘાસ ગોડાઉનો, ફરસબંધી, આર.સી.સી. રોડ, માટે કચ્છ અને મોરબી માળીયા વિસ્તારો માં ગ્રાંટો ફાળવી  હતી તેમ શ્રી છેડાએ જણાવ્યુ હતું.

લોક સંપર્ક દરમ્યાન જયસુખભાઈ પટેલ, રાજુભાઇ પલણ, નયનાબેન પટેલ; દિલિપ નરસિંગાણિ, તાનસેન શાહ, રાજુભા જાડેજા, જીતુભા જાડેજા. મેઘુભા જાડેજા, ધર્મેશ કેશવાણી, હિરેન ભટ્ટ, દિનેશ નાથાણી, શક્તિસિંહ જાડેજા, લક્ષ્મીબેન નાથાણી, મંગલાબેન વાઘેલા, ભાવનાબેન ગોસ્વામી, રંજનબેન દરજી, બાબુ ધનાણી, ભરતભાઇ સોની, વિરાજી સોઢા, રામસંગજી સોઢા, ભરત સોમજિયાણી, વસંતભાઈ વાઘેલા, જયંતભાઈ ભટ્ટ, રણજીતસિંહજી,  પ્રકાશભાઈ જોશી, લાલજી રામાણી, રવજીભાઈ ચાવડા, ઓધવજીભાઇ પલણ, રાજુભા જાડેજા (મંજલ) ભારતીબેન ગોસ્વામી, વાલુબેન પટેલ, ગંગાબેન રામાણી, કલ્પનાબેન સોની, રૂક્ષમણિબેન, ગીતાબેન સહ બહોળી સંખ્યામાં તેમની સાથે કાર્યકરો ભાજપ પદાધિકારીઑ જોડાયા હતા.

 

 

નખત્રાણા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..