Back

જીલ્લા કોંગ્રેસ ઉપાધ્યક્ષ અને મંત્રીએ ભાજપનો ખેસ ધારણ કર્યો.

ભાજપ નો પારદર્શક વહીવટ, સાફ નિયત, સહી વિકાસ નીતિ – રીતી ને અપનાવતા કોંગ્રેસના જીલ્લા ઉપાધ્યક્ષ અને મંત્રી ૨૦૦ થી વધુ કાર્યકરો સાથે ભાજપ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રૂપાલા  ની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા.

ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને કેન્દ્ર સરકારના મંત્રી પરસોતમ રૂપાલાએ કચ્છમાં ગઢશીસા – નખત્રાણા, માનકુવા મધ્યે પોતાની તળપદી ભાષામાં સભાઓ ગજવી ભાજપ નો વિજય શા માટે ? દેશમાં નિર્ણાયક સરકારની જરૂર શા માટે તેની વિશેષ છણાવટ સાથે વક્તવ્ય આપ્યું હતુ. ભુજ તાલુકાના માધાપર ખાતે તેમની સભા આયોજિત કરવામાં આવેલ પરતું આદર્શ આચાર સહિંતાને કારને રાત્રે ૧૦ વાગ્યા થી પાબદી વશાત પુરૂ વકતવ્ય આપી શકયા ન હતા. પરતું આજે માધાપર ખાતે તેમની ઉપસ્થિતિ માં કચ્છ જીલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ અને કચ્છ જીલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષ નેતા દેવેન્દ્રસિંહ જેઠવા, કોંગ્રેસના મંત્રી યશપાલસિંહ જેઠવા પોતાના ૨૦૦ થી વધુ સમર્થકો અને કોંગ્રેસી સદસ્યો સાથે ભાજપમાં જોડાયા હતા. અને ભાજપની નીતિ–રીતી ને અપનાવી હતી જેને ભાજપ ઉમેદવાર વિનોદભાઈ ચાવડા તથા રાજયમંત્રી અને અંજાર ધારાસભ્ય વાસણભાઈ આહીર, માંડવી ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, જીલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, માજી મંત્રી તારાચંદભાઈ છેડા, પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા, જિ. ભાજપ મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, દિલીપભાઈ ત્રિવેદી, શ્રવણસિંહ વાઘેલા સહીત ભાજપ કાર્યકરો – પદાધિકારીઓ એ તેમને હાર્દિક આવકાર્યા હતા.                                                                     

નખત્રાણા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..