Back

નખત્રાણા ના અરલ ફાટક પાસે મારુતિ વેનમાં આગ લાગતાં ત્રણ બાળકો સહિત મૃત્યુ આંક ચાર થયો

બિમલ માંકડ 78746 35092

વાત્સલ્ય ન્યૂઝ બ્યુરોચીફ કચ્છ


રિપોર્ટ : - નવીન મહેતા


નખત્રાણા તાલુકાના અરલ ફાટક પાસે મારુતિ વેન સળગતા ત્રણ બાળકો સહિત વધુ એક કરુણ મોત : દુર્ઘટનામાં મૃત્યુ આંક ચાર થયો


નખત્રાણા તાલુકાના  અરલ ગામ નજીકના ફાટક પાસે મારૂતિ વાનમાં આગ લાગતાં ત્રણ બાળકો જીવતાં ભૂંજાઈ   ગયાં હોવાની કરુણ ઘટના બની છે પ્રાપ્ત વિગતો અનુસાર ભોગ બનનારાં એક જ પરિવારનાં સભ્યો આ વાહનમાં સવાર હતા ત્યારે ગેસથી ચાલતા આ મારૂતિ વેનમાં અચાનક આગ ફાટી નીકળતી હતી અને આખી મારુતિવેન આગની અગન જ્વાળાની લપેટમાં આવી ગઈ હતી સ્થળ પર તપાસ માટે પહોંચેલી નખત્રાણા પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ભોગ ગ્રસ્ત પરિવાર  બિબ્બરનો હોવાનું અને હાલે તે પરિવાર નખત્રાણા ખાતે રહેતો હોવાનું જાણવાં મળેલછે જેમાં અમુક લોકો સાંગનારા ગામના હોવાનું વિગતો સાંપડી રહી છે ગાડીમાં ૧૨ જેટલાં લોકો સવાર હતા અને તેઓ બિબ્બર ખાતે માતાજીના દર્શને જઈ રહ્યાં હતા ત્યારે ગોઝારો બનાવ બનવા પામ્યો હતો અને મારુતિ વેનમાં અચાનક આગ ફાટી નીકળી હતી જેમાં ૮ લોકો દાઝી ગયા હતા જેમને ૧૦૮ મારફતે નખત્રાણા સીએચસી ખાતે સારવાર અપાયા બાદ વધુ સારવાર એર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે ત્યારે વાહનમાં સવાર ત્રણ બાળકોને બહાર નીકળવાનો સમય ન મળતાં તે જીવતાં  જ ભૂંજાઈ ગયાં હતા. જો કે, મૃત બાળકોની ઓળખ હજી સુધી થઈ શકી ન હોવાથી   વધુ વિગતો પતાસ બાદ જાહેર કરવામાં આવશે ત્યારે ત્રણ બાળકો ઉપરાંત અન્ય એક મૃત્યુ થયું હોવાનાં અહેવાલ સાંપડી રહયાં છે ત્યારે આ ઘટનાનો મરણ આંક ચાર થયો છે આ અરલ દુર્ઘટનામાં બિદિયા રતનસી ભદ્ર, વર્ષા કરસન ભદ્ર, રસીલાબેન હિરજી જેપાર, લક્ષમી હિરજી જેપાર, હીરાબેન માલસી ભદ્ર, તેંમજ જ્યોત્સનાબેન વગેરે ઇજા પામનાર તેમજ ૪ જનના મરત્યું થયા હોવાનું જાણવા મળ્યું છે

નખત્રાણા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..