Back

રાષ્ટ્રીય વંચિત લોક મંચ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વીજ બિલ ભરવામાં થતી તકલીફ અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું

બિમલ માંકડ 78746 35092


વાત્સલ્ય ન્યુઝ બ્યુરોચીફ કચ્છ


રિપોર્ટર : ગૌતમ બુચીયારાષ્ટ્રીય વંચિત લોક મંચ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વીજ બિલ ભરવામાં થતી તકલીફ અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું


રાષ્ટ્રીય વંચિત લોક મંચ દ્વારા નખત્રાણા ગ્રામીણ વિસ્તારમાં વીજ બિલ ભરવામાં થતી તકલીફ અંગે નખત્રાણા મામલતદાર મારફતે એક આવેદન પત્ર પાઠવીને ગુજરાત રાજ્યના સૌર ઉર્જા મંત્રીને રજૂઆત કરવામાં આવી છે આ પ્રશ્ને રાષ્ટ્રીય વંચિત લોક મંચના જિલ્લા અધ્યક્ષ જયંત મારવાડાએ વાત્સલ્ય ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે જે તે સમયે ગ્રામ વિસ્તારમાં પોસ્ટ ઓફિસ કે ગ્રામપંચાયતમાં ભરવામાં હતા હવેથી પોસ્ટ ઓફિસ અને ગ્રામપંચાયત દ્વારા વીજ બિલ સ્વીકારવાનું બંધ કરી દેવામાં આવ્યું છે ત્યારે લોકો દૂર દૂર જઈને પી.જી.વી.સી.એલ.ની કચેરીમાં વીજ બિલ ભરવા જવું પડે છે ત્યારે  ગ્રામ્ય વિસ્તારના લોકોની એવી માગણી છે કે ફરીથી પુનઃ પોસ્ટ ઓફિસ અને ગ્રામપંચાયતમાં વીજળી બિલ સ્વીકારમાં આવે. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો પોસ્ટ ઓફિસ અને ગ્રામ પંચાયતમાં વીજ બિલ સ્વીકારવાના બંધ થતાની સાથે જ મુશ્કેલી જેલી રહ્યા છે. વીજ બીલ સ્વીકારવા અંગે થતી તકલીફનું તાત્કાલિક નિરાકરણ આવે તેવી માંગે સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

નખત્રાણા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..