Back

જુનાગઢ શહેર બનશે હવે હેરિટેજ સીટી : હેરીટેજ સીટીનો દરજજો આપવા કવાયત શરૂ


જુનાગઢ : મહાનગર એકમાં જ વરસાદ નથી પડયો સમગ્ર ગુજરાતમાં મેઘરાજા જુનાગઢથી પણ વધુ મનમુકીને વરસ્યા છે. 
છતા પણ કોઈ શહેરોની હાલત જુનાગઢ મહાનગર જેવી બદતર નથી થઈ  
જુનાગઢ ખાડામાં છે કે ખાડામાં જુનાગઢ એકપણ રસ્તા ઉપરથી વાહન લઈને નીકળી શકવું મુશ્કેલ બન્યું છે.
બીજી તરફ રખડતા પશુઓનો ત્રાસ તેટલે જ વધી રહ્યો છે. ચોતરફ અડીંગા જમાવીને રસ્તાઓમાં રાત દિવસ રખડતા  ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. 
છાસવારે વાહન ચાલકો, રાહદારીઓને પછાડી દઈ હાથ પગ ભાંગી રહ્યા છે ત્યારે આ મહત્વના પ્રશ્ર્નોને ધ્યાને લેવાના બદલે મનપા દ્વારા જુનાગઢને હેરીટેજ સીટીનો દરજજો આપવા કવાયત શરૂ કરવામાં આવી રહી છે. 
કમિશ્ર્નરે કરેલી દરખાસ્તને સ્ટેન્ડીંગ કમીટીએ પણ મંજુરીની મહોર મારી દીધી છે.
આગામી સમયમાં હેરીટેજ કમીટીની રચના કરવામાં આવશે. પ્રથમ અગ્રતા શહેરના રસ્તાઓ નિયમ મુજબ એસ્ટીમેન્ટ મુજબ મજબુત કરવાની પ્રાથમિકતા આપવી જરૂરી હોવાનું ઠેર ઠેર ચર્ચાઈ રહ્યું છે.  
ઐતિહાસિક સ્મારકોની જાણવણી ખૂબજ મહત્વની છે તેની હાલત બેહાલત થઈ રહી છે.
જુનાગઢના બિસ્માર રસ્તાઓ અંગે સાંસદ રાજેશ ચુડાસમાએ મેયર ધીરૂભાઈ ગોહેલ તેમજ કમિશનરને પત્ર લખી જણાવ્યું કે શહેરના રસ્તા અંગે ઘણી રજુઆતો આવી છે. 
જેથી રસ્તાઓનું કામ તાકીદે ચાલુ કરવા અને નવા રસ્તાઓ બને ત્યારે કોન્ટ્રાકટર સાથે એગ્રીમેન્ટ વખતે રસ્તા ખરાબ થાય તો ફરી બનાવવા કે રીપેરીંગ કરવાની જવાબદારી નાખવા જણાવાયું છે.
જુનાગઢને હેરીટેજ સીટીનો દરજજો મળે તો ખુબ મોટી ગ્રાન્ટ મળવા પાત્ર થશે. 
પ્રવાસને વધુ વેગ મળશે તેવો દાવો મનપા કરી રહ્યું છે. હેરીટેજ સીટી જુનાગઢ બને તે સારી વાત છે પરંતુ ચોમાસુ પૂર્ણ થયું છે પરંતુ રસ્તાઓ બનાવવા નવા રસ્તાઓ બને પશુઓના ત્રાસમાંથી લોકોને મુકિત મળે ઐતિહાસિક સ્મારકોની જાળવણીની નકકર કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
રિપોર્ટર : ભરત બોરીચા
Mo. 92768 17218