Back

સરકાર N.R.C-CAA મુદે કોંગ્રેસને બદનામ ન કરે...ભાગુભાઈ વાળા


સરકારનાં અક્ષેપો કોંગ્રેસ માટે આશીર્વાદ રૂપ પુરવાર થઈ રહ્યા છે


સુત્રાપાડા – રામસિંહ મોરી


તાજેતરમાં NRC-CAA નાં વિરોધમાં દેશભરમાં જે વિરોધ ઉઠી રહ્યો છે ત્યારે ખોટી રીતે દોષનો ટોપલો કોંગ્રેસ ઉપર ઢોળી સરકાર શું સાબિત કરવા માંગે છે એવો વેધક સવાલ ઉઠાવી સરકાર શું પોતાની નિષ્ફળતા છુપાવવા નીર્થક પ્રયાસ કરી રહી હોવાનું ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ અગ્રણી ભાગુભાઈ વાળાએ જણાવેલ કે સરકારનાં અધકચરા અને ઉતાવળા નિર્ણયોથી સરકારની નિષ્ફળતા ખુલ્લી પડી રહી છે ત્યારે સરકારનાં આવાં વાહિયાત અને હાસ્યાસ્પદ આક્ષેપો કોંગ્રેસ માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ રહ્યાનું જણાવેલ છે જ્યારે ભાજપની પ્રતિષ્ઠાનું ધોવાણ થઈ રહ્યાં નું જણાવી ખેદ વ્યક્ત કરેલ છે. એક સમયે ૨૧ રાજ્યોમાં સતા હાંસલ કરનાર ભાજપ આજે એક પછી એક રાજ્ય ગુમાવી રહ્યું છે તેની સામે કોંગ્રેસની સ્પષ્ટ વિચારધારાને કારણ કોંગ્રેસનો નવો ઉદય થઈ રહ્યો છે જે મહારાષ્ટ્ર માં મિનિમમ પ્રોગ્રામ પરની મક્કમતા અને સાવકર અંગેનાં તેમનાં વિચારો ખુલ્લેઆમ વ્યકત કરીને પોતાની મૂળ વિચારધારાને વળગી રહેલ છે આજે દેશની કપરી પરિસ્થિતિમાં પણ કોંગ્રેસ પોતાનું સંતુલન જાળવી રાખવામાં સફળ રહી છે અને ભવિષ્યમાં એક મોટો પડકાર સાબિત થઈ ને રહેશો એમ અંતમાં જણાવેલ.