Back

સમસ્ત કારડીયા રાજપૂત સમાજ સુત્રાપાડા આયોજિત 10મો સમૂહ લગ્ન મહોત્સવ

સુત્રાપાડા – રામસિંહ મોરી


        ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા મુકામે સમસ્ત કારડીયા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિ સુત્રાપાડા આયોજિત દર વર્ષે મહા સુદપંચમીને તારીખ ૩૦/૦૧/૨૦૨૦ ને ગુરુવારના શુભ મુહૂરતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. કારડીયા રાજપૂત સમાજના આ આયોજનમાં દર વર્ષ ની જેમ આ વર્ષે પણ સમાજના મોભી અને કર્ણાટક રાજ્ય ના રાજયપાલ મહામહિમ્ન વજુભાઈ વાળા પણ અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહી અને નવદંપતી ને આશિવાદ આપશે તથા દીપ પ્રાગટ્ય અને આશીર્વચન આપશે. જેઓ સવારે ૯ કલાકે લગ્ન સ્થળ પર પહોચશે અને નવદંપનીઓને આશીર્વચન આપી ૧૦.૩૦ કલાકે કર્ણાટક જાવા રવાના થશે.


        દર વરસની જેમ આ વર્ષે પણ જશાભાઈ બરડ ના મેદાનમાં આ સમૂહ લગ્ન યોજવામાં આવશે જેમાં અખિલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજ ના પ્રમુખ જશાભાઈ બારડ આ સમૂહ લગ્નમાં ઉપસ્થિત રહેશે આ સમૂહ લગ્ન ના આયોજનમાં ૫૦ જેટલા નવદંપતિઓ પ્રભુતા માં પગલાં માંડશે દર વર્ષ ની જેમ જ યોજનારા આ સમૂહ લગ્ન સમારોહ માં તારીખ ૩૦/૦૧/૨૦૨૦ ના રોજ કારડીયા રાજપૂત સમાજના સૌ પોતપોતાના કામ ધંધા અને ખેતી વાડી બંધ રાખી કારડીયા રાજપૂત સમાજ ના આ ભગીરથ કાર્યમાં અલગ સમિતિઓ બનાવી યોવાનો અને વડીલો પોતાનું યોગદાન આપશે. કારડીયા રાજપૂત સમાજ ના સમૂહ લગ્નના આ કાર્યક્રમ માં સવારે ૬ કલાકથી તમામ જાણ નું આગમન અને બપોરે ૧૨ કલાક સુધીમાં તમામાં વિધિ જમણવાર સાથે સંપન્ન થઈ જાય તેવું આગોતરું આયોજન કરવામાં આવેલ છે. ઉપરાંત સમૂહ લગ્ન સમિતિ દ્વારા દર વર્ષની જેમ નક્કી કરવામાં આવેલ છે કે કોઈ એ પણ પોતાના ઘરે અલગથી કંકોત્રી નહીં છપાવવી, જમણવાર નહીં કરવો તેમજ કોઈ પણ જાતનું વધવું પણ ના લેવું નહીં માત્ર સમૂહ લગ્નમાં સમૂહ સમૂહ ભોજન સમસ્ત કારડીયા રાજપૂત સમાજ સાથે લેવામાં આવશે.


દર વર્ષે યોજના આ સમૂહ લગ્ન માં સમાજના મોભી અને કર્ણાટકના રાજ્યના રાજયપાલ મહામહિમ્ન વજુભાઈ વાળા અને અખિલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ જશાભાઈ બારડ આ સમૂહ લગ્નમાં ઉપસ્થિત રહી છે અને કન્યા કેળવણી બેટી પધાઓ, બેટી બચાઓ અને સમાજમાં રહેલા કુરિવાજો ને તિલાંજલિ આપવા માટે આગ્રહ થી વિનંતી કરી છે આ સમૂહ લગ્નમાં કારડીયા રાજપૂત સમાજના તમામાં લોકો જોડાઈ તે માટે યોવાનો વડીલો અને શ્રેષ્ટિઓએ સમાજના તમામ લોકોને આગ્રહ ભરી વિનંતી કરેલ છે.