Back

સમાજ સેવાનાં ભેખધારી એવા બારડ પરિવારનાં આંગણે પધારશે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી

રામસિંહ મોરી – સુત્રાપાડા


સર્વે સમાજની સેવામાં સદૈવ તત્પર રહેતો અમર શહીદ શ્રી ધાનાભાઈ માંડાભાઈ બારડ પરિવાર દ્વારા "બીન રાજકીય અવસર" અને પ્રેરણાદાયક પ્રસંગ નું આયોજન કરવામાં આવેલ છે.


         પ્રસંગે અમર શહીદ શ્રી ધાનાભાઈ માંડાભાઈ બારડ પરિવાર પ્રેરિત આદર્શગ્રામ માતૃભૂમિ બાદલપરાનાં ચરણોમાં સમર્પણ- લોકાર્પણ- અનાવર સમારોહ નું શુભ ઉદ્ઘાટન ગુજરાત રાજ્યનાં સન્માનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી નાં વરદ હસ્તે આગામી તા. ૧૩/૦૧/૨૦૨૦ ને સોમવારનાં રોજ સવારે -૩૦ કલાકે રાખવામાં આવેલ છે. ખાસ કરીને દરિયાકાંઠે આવેલ ગીર-સોમનાથ જિલ્લો અનેકવાર કુદરતી આફતોનો સામનો કરતો રહ્યો છે. ત્યારે અતિ લોકોઉપયોગી ડીઝાસ્ટરને સાયકલોન સેન્ટર માટે બારડ પરિવારે ભૂમિદાન આપીને સેવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડેલ છે. જેથી ભૂમિમાં સાયકલોન સેન્ટર ખુબજ લોક ઉપયોગી બની રહે તેવા શુભ આશપ સાથે સાચી જનસેવા-લોકકલ્યાણ અર્થ એક અનેરું ઉદાહરણ પૂરું પાડેલ છે.


        ઉપરાંત અમર શહીદ શ્રી ધાનાભાઈ માંડાભાઈ બારડ મેમોરિયલ સેન્ટર- શ્રી જશુભાઈ ધાનાભાઈ બારડ આદર્શગામ બાદલપરા મુખ્ય પ્રવેશદ્વાર શ્રી રાહુલ રામભાઈ બારડ આદર્શગામ બાદલપરા સમાજ વાડી- સાર્વજનિક પેટા આરોગ્ય કેન્દ્ર (ડિસ્પેન્સરી) સાર્વજનિક વાંચનાલય (લાઈબ્રેરી) સાર્વજનિક બાળ કીંડર ગાર્ડન માટે ભૂમિદાન આપી માનવ સમાજ માટે અનેરી સેવાકીય પ્રેરણા પૂરી પાડવામાં આવેલ છે આવા રૂડા પ્રસંગે ખાસ કરીને વેરાવળ સુત્રાપાડા અને તાલાલા તાલુકાના દરેક ગામોના ઘર ઘર સુધી સર્વ સમાજને બારડ પરિવારનાં મોભી અને તાલાલાનાં લોકલાડીલા યુવા ધારાસભ્ય ભગવાનભાઈ બારડ દ્વારા નિમંત્રણો પાઠવવામાં આવેલ છે ત્યારે "બીન રાજકિય સંમેલન" માં ગુજરાતના મુખ્યમંત્રી સહિતના પ્રધાનો તેમજ કોંગ્રેસના વરીષ્ઠ આગેવાનો, ધારાસભ્યો તેમજ સર્વ જ્ઞાતિના અગ્રણીઓ ઉપસ્થિત રહેવાનાં છે ત્યારે પ્રસંગે સમગ્ર ગુજરાતમાં એક અનેરું આકર્ષણનું કેન્દ્ર ઊભું થઈ આવેલ છે...