Back

ભા.જ.પ. સરકાર ની વિકાસની વાતો માત્ર કાગળ પર જ......ભગુભાઈ વાળા

દેશભરમાં બાળ મૃત્યુનું પ્રમાણ ઘટાડવામાં સરેઆમ નિષ્ફળ


સુત્રાપાડા – રામસિંહ મોરી


        દેશભરમાં બાળ મરણનો મૃત્યુદરમાં ઉત્તરોત્તર વધારો જોતા સરકાર બાબતે સદંતર નિષ્ફળ ગઈ હોવાનો આક્ષેપ ગીર-સોમનાથ જિલ્લા કોંગ્રેસ અગ્રણી ભગુભાઈ વાળા દ્વારા કરવામાં આવેલ છે.


તકે ભગુભાઈ વાળાએ વધુમાં જણાવેલ કે માત્ર ગુજરાતની વાત કરીએ તો આરોગ્ય અને સ્વાસ્થય માટે ૧૧ હજાર કરોડ જેવું જંગી બજેટ ફાળવવામાં આવેલ હોવા છતાં બાળમૃત્યુંનો દર ઘટાડવા સરકાર સદંતર નિષ્ફળ ગયેલ છે, ત્યારે મોટા મોઢે વિકાસની વાતો શોભતી નથી.....


આવડી મોટી બજેટની રકમ છતાં અપૂરતો સ્ટાફ, જરુરી સાધનો અને મશીનરીનો અભાવ તેમજ અપૂરતી સ્વસ્થતાના કારણે અનેક દર્દીઓ ના આરોગ્ય ઉપરનું સંકટ વધુ ઘેરું બની રહેલ છે.


રાજ્ય અને કેન્દ્ર સરકાર મોટા મોટા તાયફાઓ સાથે સરકારની સિધ્ધીઓ ના ગાણા ગાઈ રહેલ છે, ત્યારે ગરીબ દર્દીઓ પ્રત્યેની પ્રાથમિક ફરજ ચુકી ગયેલ છે અને લોક આરોગ્ય મુદ્દે સરકાર સંવેદનહીન બની રહેલ છે જે ચિંતા જનક છે. સરકારી હોસ્પિટલોના મોટા મોટા બિલ્ડીંગોથી સેવાનો હેતુ બર આવી શકતો નથી તેનું અસરકારક સંચાલન અને મેનેજમેન્ટ પણ એટલુંજ જરૂરી છે. આજે અનેક હોસ્પિટલોમાં લાલીયાવાડી ચાલતી હોવાની અનેક ફરિયાદો ઉઠવા છતાં સરકાર બાબતે ગંભીર બનેલ નથી સાથે સાથે કુપોષણ અને પ્રિમેચ્યોર જન્મ બાબતે યોગ્ય કદમ ઉઠાવવામાં આવેલ નથી, આજે કુપોષણના કારણે બાળકોનો મૃત્યુદર વધવા પામેલ છે યુનિસેફના અહેવાલ મુજબ પાંચ વર્ષથી ઓછી ઉમરનાં બાળકોમાં કુપોષણની સમસ્યા ૬૯ ટકા છે અને દર દસ બાળકોમાં બીજુ બાળક મૃત્યુ પામે છે ૨૦૧૭ માં દેશમાં લાખથી પણ વધુ માત્ર કુપોષણના કારણે મૃત્યુ પામેલા આમ છતાં બે વર્ષમાં સરકારે કુપોષણ બાબતે કોઈજ નક્કર પગલાં લેવામાં આવેલ નથી જે દુઃખદ છે. એમ ગીર-સોમનાથ જિલ્લા કોંગ્રેસ અગ્રણી ભગુભાઈ વાળાએ અખબારી યાદીમાં જણાવેલ છે.