Back

કોંગ્રેસ સ્થાપના દીવસ નિમિતે રાજીવગાંધી વકૃત્વ સ્પર્ધા કાર્યક્રમ યોજાયો

સુત્રાપાડા – રામસિંહ મોરી

        વેરાવળના પાટનગર એવા સુંપાસી ગામે આવેલ અર્જુન શૈક્ષણિક સંકુલ ખાતે જીલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ અભયભાઈ જોટવા તેમજ તેમની ટીમ દ્રારા આયોજીત આ કાર્યક્રમ નું સુંદર આયોજન કરવામા આવેલ આ કાર્યક્રમ મા ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ ના પ્રમુખ અને થરાદ વિધાનસભાના યુવા ધારાસભ્ય ગુલાબસિહ રાજપૂત, તેમજ યુથ કોંગ્રેસ ના પ્રદેશ પ્રભારી સીતારામ લાંબાજી,સૌરાષ્ટ્ર યુથ કોંગ્રેસ ના નિરક્ષક આદિત્યસિહ ગોહિલ, સંદીપભાઇ ઓડેદરા ખાસ ઉપસ્થિત રહયા હતાં અને પાઘડી પહેરાવી તેઓનું સન્માન કરવા મા આવેલ હતુ 


આ કાર્યક્રમ મા સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા
, જીલ્લા કોંગ્રેસ ના વરિષ્ઠ આગેવાનો ખાસ ઉપસ્થિત રહી રાજીવ ગાંધી ના ઉચ્ચ આદર્શો અને વિચારો પ્રગટ કરી પ્રેરણા મેળવી હતી રાજીવ ગાંધીની જીવનશૈલી અને તેમનાં કાર્યકાળ ની અનેક વિધ સિધ્ધી ઓ અને કોંગ્રેસ ના જીવંત ઈતિહાસ વિશે લંબાણ પૂર્વક વકૃત્વ આપવામા આવેલ હતુ.અને સ્પર્ધકોને શીલ્ડ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવેલ હતાં.