Back

કોડિનાર તાલુકાનાં એક ગામમાં સગીરાની છેડતી કરનાર યુવક સામે ફરિયાદ..

કોડિનાર તાલુકાનાં એક ગામમાં ૧૭ વર્ષની સગીરા તેમની બહેનપણી સાથે બજારમાં ખરીદી કરવા માટે જતી હતી ત્યારે તેમના જ ગામના એક યુવકે છેડતી કરતાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી મદદ માંગેલી.

કોડિનાર તાલુકાનાં એક ગામમાં ગરીબ પરિવાર મજુરી કરી ગુજરાન ચલાવનાર પરિવારની પુત્રી તેમના ગામના યુવકે રસ્તા પર એકલી જોઈ છેડતી કરતાં તેમને બૂમાબૂમ કરતાં તે યુવક ત્યાંથી ભાગી ગયો હતો. જેથી તેમના ઘરે જઈ તેમના માતા-પિતા ને બધી જ વાત કરેલી તેથી તેમના ભાઈ એ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવેલ કે, તેમના જ ગામના યુવકે તેમની બહેનની સાથે આબરૂ લેવાના ઇરાદે છેડતી કરી તેમને ઇજા પણ પહોચાડેલ જેથી વેરાવળ ૧૮૧ અભયમ મહિલા ટીમને ફોન આવતા ટિમ સાથે તેમના ગામમાં પહોંચી ઘટના વિશે જાણી કાઉન્સેલિંગ કરી પૂર્ણ ઘટના જાણી કાઉન્સેલિંગ કરતાં તે સગીરા એ જણાવ્યું કે મારી સાથે આ યુવકે બીજી વાર છેડતી કરેલ છે. થોડા દિવસો પહેલા પણ રસ્તા પર મારી સાથે છેડતી નો પ્રયાસ કરેલ પણ હું ડરી ગઈ હોવાથી મે કોઈ ને કીધું ન હતું. તેથી સગીરાને અભયમ ટિમ દ્વારા આશ્વાસન આપી અને આગળ કોઈ દિકરી સાથે ફરી છેડતી નો પ્રયાસ ના કરી શકે તે માટે છેડતી કરનાર વ્યક્તિ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ.

ટીમના નામ કાઉન્સેલર મીરા માવદિયા કોન્સટેબલ રાઠોડ કાજલ અને પાઇલોટ ધરમભાઈ