Back

મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકારના નવા ટ્રાફિક નિયમોની જોગવાઈ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી...

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્ર સરકારના નવા ટ્રાફિક નિયમોની જોગવાઈ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે નવા મોટર-વ્હિકલ એક્ટની 50 કલમોમાં સુધારો કરી અને દંડની રકમમાં ઘટાડો કર્યો છે, રાજ્યમાં નવા નિયમોનો અમલ 16 સપ્ટેમ્બરથી થશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, કેન્દ્ર સરકારે નવા કાયદામાં સુધારો વધારો કરવા માટે અને માંડવાળની રકમમાં ઘટાડો કરવાની સત્તા રાજ્ય સરકારોને આપી હતી. અમે રાજ્યની હાઇપાવર કમિટીએ નક્કી કર્યુ છે કે સામાન્ય માણસની જીંદગીને વેર વિખેર કરતા ગુનાઓમાં સરકાર છૂટછાટ આપવા માંગતી નથી. સરકારે ટુ વ્હિલર ચાલકો અને કૃષિલક્ષી વાહનોને લગતા ગુનામાં છૂટછાટ આપી છે.

નવા નિયમો.....

લાયસન્સ, વીમો, PUC, R.C. બુક ન હોય તો પ્રથમ વખત રૂ.૫૦૦ દંડ, લાયસન્સ, વીમો, PUC, R.C. બુક ન હોય તો બીજી વખત રૂ.૧૦૦૦ દંડ, અડચણરૂપ પાર્કિંગ પ્રથમ વખત રૂ.૫૦૦, બીજી વખત રૂ.૧૦૦૦ દંડ, કાચ પર ડાર્ક ફિલ્મમાં પ્રથમ વખત રૂ.૫૦૦, બીજી વખત રૂ.૧૦૦૦, ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા પ્રથમ વખત રૂ.૫૦૦, બીજી વખત રૂ.૧૦૦૦, હેલ્મેટ ન પહેર્યું હોય તો રૂ.૫૦૦ દંડ, સીટ બેલ્ટ ન બાંધ્યો હોય તો રૂ.૫૦૦નો દંડ, બાઈક પર 3 સવારી રૂ.૧૦૦ દંડ, ભયાનક રીતે વાહન ચલાવવું થ્રી વ્હીલર રૂ.૧૫૦૦, LMV રૂ.૩૦૦૦ દંડ ઓવરસ્પીડમાં ટુ, થ્રી વ્હીલર અને ટ્રેક્ટરને રૂ.૧૫૦૦ દંડ, ઓવરસ્પીડમાં લાઈટ મોટર વ્હીકલને રૂ.૨૦૦૦, અન્યને રૂ.૪૦૦૦નો દંડ, લાયસન્સ વગર ટુ અને થ્રી વ્હીલરને રૂ.૨૦૦૦, ફોર વ્હીલરને રૂ.૩૦૦૦ દંડ,રજિસ્ટ્રેશન વગરના વાહનને ટુ વ્હીલરમાં રૂ.૧૦૦૦, થ્રી વ્હીલર ૨૦૦૦,રજિસ્ટ્રેશન વગરના વાહનને ફોર વ્હીલરને ૩૦૦૦, અન્યને રૂ.૪૦૦૦ દંડ, ટુ વ્હીલરમાં પાછળ બેસનાર માટે હેલ્મેટ ફરજિયાત નહીં

 

ડિજિટલ ડાયરીમાં ડોક્યુમેન્ટ પુરાવા તરીકે માન્ય રહેશે

અહેવાલ ચિરાગ મકવાણા 

ગાંધીનગર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..