Back

આર.ટી.ઓ. કચેરી ખાતે HSRP નંબર પ્લેટની ફી ભરી હોય તેવા વાહન ચાલકો માટે ખાસ કેમ્પનું આયોજન

સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, ગાંધીનગર ખાતે તા. ૦૮મી સપ્ટેમ્બર, ૨૦૧૯ના રોજ HSRP ફીટમેંટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં જે અરજદારોએ નંબર પ્લેટની ફી અત્રેની કચેરીએ ભરેલી હોય, પરંતુ કોઇ કારણોસર ફીટમેંટ માટે આવેલા ન હોય તેવા વાહન માલિકોએ આ દિવસે ફી ભર્યાની રીસીપ્ટ સાથે કેમ્પમાં આવવાનું રેહશે. જેમની પાસે ફી ભર્યાની રીસીપ્ટ હશે, તેમને HSRP નંબર પ્લેટ લગાવી આપવામાં આવશે, સત્વરે આવીને વાહન માલિકોએ વાહનમાં HSRP નંબર પ્લેટ લગાવી જવા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અઘિકારી, ગાંધીનગરે અનુરોઘ કર્યો છે.

ગાંધીનગર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..