Back

ગાંધીનગર ખાતે ભરતી મેળો યોજાશે...

ગાંધીનગર સ્થિત આઇ.ટી સેક્ટરની જાણીતી કંપની ટેક મહિન્દ્રા લિ.માં તા. ૧૧મી સપ્ટેમ્બર, ૨૦૧૯ના રોજ ભરતી મેળોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળો ટેક મહિન્દ્રા લિ.ની આઇ.ટી ટાવર-૪, ઇન્ફોસિટી, ગાંધીનગર ખાતે આવેલી ઓફિસ ખાતે સવારના ૧૦.૦૦ થી ૫.૦૦ કલાક દરમ્યાન યોજાશે. આ ભરતી મેળામાં બેંક ઓફિસ એક્ઝીક્યુટીવ અને કસ્ટમર કેર એક્ઝીક્યુટીવની જગ્યા માટે ભરતી કરવામાં આવશે. આ મેળામાં ગાંધીનગર જિલ્લાના ઘોરણ-૧૨ પાસ, ડિપ્લોમા અને ગ્રેજ્યુએટ થયેલા તમામ યુવક-યુવતીઓને ભાગ લેવા રોજગાર અઘિકારી(જનરલ)એ જણાવ્યું છે.

 

અહેવાલ ચિરાગ મકવાણા

 


ગાંધીનગર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..