Back

ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિ સરદાર સરોવર ડેમના અભ્યાસ પ્રવાસે જશે...

ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિ આગામી ૧૦ અને ૧૧ સપ્ટેમ્બરે સરદાર સરોવર ડેમના અભ્યાસ પ્રવાસે જશે.

રાજ્ય સરકારે આપેલી ખાતરીઓ સંદર્ભે ગુજરાત વિધાનસભા દ્વારા રચાયેલી ખાતરી સમિતિ આગામી તા. ૧૦ અને ૧૧મી સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ બે દિવસ માટે સરદાર સરોવર ડેમના અભ્યાસ પ્રવાસે જશે, એમ ગુજરાત વિધાનસભા, સચિવાલયની યાદીમાં જણાવાયું છે.

ખાતરી સમિતિ બે દિવસ દરમિયાન સરદાર સરોવર ડેમ તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત પણ લેશે. સમિતિ ૧૦મી સપ્ટેમ્બરે બપોરે ૧.૦૦ કલાકે સદસ્ય નિવાસથી નિકળી કેવડિયા કોલોની પહોંચશે. રાત્રી રોકાણ બાદ ૧૧મી સપ્ટેમ્બરે સવારે ૯.૦૦ કલાકે સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા સરદાર સરોવર ડેમની મુલાકાત લઇ બપોરે ગાંધીનગર આવવા રવાના થશે, એમ વધુમાં જણાવાયું છે.

 

ગાંધીનગર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..