Back

દિવના ઘોઘલા મા કાર અને સાયકલ વચ્ચે અકસ્માતમાં સાયકલ સવાર નુ ઘટનાસ્થળે મૃત્યુ.

દિવના ઘોઘલા માં 7 વાગ્યા આસપાસ કાર અને સાયકલ વચ્ચે અકસ્માત થતાં સાયકલ સવારનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું છે.

 પ્રાપ્ત માહિતી અનુસાર  એક ક્રિએટા કાર માં રાજકોટ થી બે પરિવારો  દીવ ફરવા આવેલ હોય અને સાંજે સાતેક વાગ્યા આસપાસ ઘોઘલા બીચ ઉપર જઈ રહેલ હતા તે દરમિયાન ઘોઘલા પાણીના ટાંકા પાસે પહોંચતા સાઇકલ સાથે  ધડાકાભેર ટકરાતા સાઈકલ ઉપર સવાર સુરેશ પાચા ચુંદડીયા ઉંમર વર્ષ 53 ઘોઘલા નો રહેવાસી અને માછીમારીનો ધંધો કરતો   વ્યક્તિ હવામાં ઉછળી ને ગાડીના આગળના ભાગે કાચ ઉપર પછડાયો હતો અને ગંભીર રીતે ઘાયલ થતા અને ખાસ કરીને માથાના ભાગે ગંભીર ઈજા થયેલી હતી. ઘટનાની જાણ થતાંદીવ એસપી અનુજ કુમાર, પીઆઇ પંકજ ટંડેલ,તેમજ તેની ટીમ  તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ગંભીર રીતે ઘાયલ થયેલા સુરેશ પાચા ને દીવ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ફરજ પરના ડોક્ટરે તેને મૃત ઘોષિત કર્યો હતો. અકસ્માતમાં મૃત્યુ પામનાર સુરેશ પાંચા ચુંદડીયા ની પુત્રી શીતલ પાચા એ આપેલી ફરિયાદના આધારે 279/304એ આઇપીસી હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. કાર ચાલક  રાજકોટના અલ્વેશ નિલેશ રામાણી, ઉંમર 26 વર્ષની ધરપકડ કરી  તેની કાર ને  કબજે કરી  તેને મેડિકલ મેમો પણ આપવામાં આવ્યો છે. તેમજ આ ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


રીપોર્ટર મહેન્દ્ર ટાંક દીવ