Back

રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ ના દીવ માં આગમન ને લઈ સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા દીવ ને રંગબેરંગી રૂપ આપી રોશની થી સજાવવામાં આવ્યું


છેલ્લા અનેક દિવસો થી દીવ માં દેશ ના રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ ના આગમન ને લઈ સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા અનેક વિધ તૈયારી ઓ ચાલી રહી હતી હાલ પણ દીવ ના રોડ રસ્તાઓનુ નવિનીકરણ પર્યટક સ્થળો નુ કલર કામ, પર્યટક સ્થળો ના વિકાસીય કાર્યો વગેરે કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ ના આગમન ને લઈ ને દીવ ને દુલ્હન ની જેમ લાઈટીગ થી સજાવવામાં આવ્યું છે દીવ પૂલ, કિલ્લો, જંલધર બીચ, ચક્રતીર્થ બીચ, સરકારી ઓફિસો મેઈન રોડ વગેરે ને સજાવવામાં આવ્યા છે. જે પર્યટકો અને સ્થાનિક લોકો નુ આકર્ષણ નું કેન્દ્ર બન્યું છે લોકો રાત્રે દીવ માં કરવામાં આવેલ લાઈટીગ ને જોવા ઉમટ્યા હતા.અને ફોટોગ્રાફી ની પણ મજા પણ લેતા નજરે પડ્યા હતા 


રીપોર્ટર મહેન્દ્ર ટાંક દીવ