Back

સમસ્ત સુન્ની મુસ્લિમ જમાત ખંભાળિયા દ્વારા ભોજન વિતરણ.


હાલ કોરોના મહામારી ના કારણે લોકડાઉન માં ધંધા રોજગાર થપ થઈ જતા રોજે રોજનું કમાઈને ખાતા શ્રમિક વર્ગની  હાલત કફોડી બની છે.ત્યારે સમસ્ત સુન્ની મુસ્લિમ જમાત ખંભાળિયા આગળ આવી ગરીબ વર્ગ ને ભોજન અને અનાજ નું વિતરણ કરવામાં આવે છે. ખંભાળિયા ના જરૂરતમંદ લોકોને મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે હેતુ થી અલગ અલગ વિસ્તારોમાં અનેક લોકો સુધી ભોજન પહોંચાડવામાં આવે છે.

આ ભોજન વિતરણ નું આયોજન  હુસેનભાઈ ભોકલ, રહિમભાઈ ચાકી, કાદરભાઈ ખત્રી, ઈમ્તિયાઝખાનલોદિન,નૂરમામદભાઈ પરીયાણી, ફિરોઝભાઈ બ્લોચ, યાસીનભાઈ થૈયમ,સહિત સમસ્ત સુન્ની મુસ્લિમ જમાત ના કાર્યકરો એ  જહેમત ઉઠાવી છે.


રીપોર્ટર-મુસ્તાક સોઢા

ખંભાળિયા