Back

રાજ્યના વકફ ટ્રસ્ટો સહિતની સંસ્થાઓ ગરીબો અને શ્રમિકોને સહાયરૂપ થાય.


ગુજરાત રાજ્ય વકફ બોર્ડ બોર્ડમાં નોંધાયેલ વકફ ટ્રસ્ટો , સંસ્થાઓ તથા અન્ય સામાજિક , શૈક્ષણિક સંસ્થાઓને ગરીબ અને લાચાર શ્રમિક વર્ગને નાત - જાતના ભેદભાવ વિના સહાયરૂપ થવા અનાજ , કરિયાણું તથા જીવન જરૂરિયાતની અન્ય સામગ્રીની કિટ બનાવી વિતરણ કરવા બોર્ડના અધ્યક્ષ અને સદસ્યોએ અપીલ કરી છે .

રાજ્યભરના વકફ ટ્રસ્ટો અને સંસ્થાઓ કે જે વકફમાં નોંધાયેલ છે તેમના ટ્રસ્ટીઓ અને મુતવલ્લી તથા સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓના હોદ્દેદારોને અપીલ કરતા ગુજરાત રાજ્ય વકફ બોર્ડના અધ્યક્ષ અને સમગ્ર સદસ્યોએ જણાવ્યું છે કે , રાજ્યભરમાં કોરોનાની મહામારીના કારણે લોકડાઉન કરવામાં આવેલ છે . તેવા સંજોગોમાં લાખો ગરીબ અને લાચાર શ્રમિક વર્ગ ધંધા -રોજગાર વિનાના થઈ ગયા છે . આવા લોકોને નાત જાતના ભેદભાવ વિના માનવતાના ધોરણે યથાશક્તિ અનુસાર સહાયરૂપ થવા અનાજ કરિયાણું તથા જીવન જરૂરિયાતની અન્ય સામગ્રીની એક કિટ બનાવી વિતરણ કરવું જોઈએ . દેશમાં આવી પડેલી આ આપત્તિના સમયમાં સરકાર સાથે ખભેખભા મિલાવી માનવ સેવા સેતુના આ મહાઅભિયાનમાં લોકો સદૂભાગી બને તેવી બોર્ડના મુખ્ય કારોબારી અધિકારીની યાદીમાં જણાવાયું છે .