Back

તમામ રેશનકાર્ડ ધારકને સરકારી અનાજ આપવા કલેકટરને કરાઈ રજુઆત.


દેવભૂમિદ્વારકા જીલ્લામાં લોકોની ચાલી રહેલી ચર્ચા મુજબ સરકારી અનાજ માત્ર અંત્યોદય અને બીપીએલ કાર્ડધારકોને આપવામાં આવતુ હોવાનું ચિત્ર બન્યુ હતુ . જેને લઇ યુવા પત્રકાર મુસ્તાક સોઢા અને મુસ્તુફા સુમરા દ્વારા લેખિત માં જિલ્લા કલેકટર ને રજૂઆત કરી છે . કોઈ સમસ્યાના કારણે તથા નવા રેશનકાર્ડ ધારક હોય તેવા પરિવારને સસ્તા અનાજની દુકાન પરથી અનાજ મળવાપાત્ર નથી.

ખરેખર તો આવી પરિસ્થિત માં એક તો બેરોજગારી તથા પૈસા ની મહામારી વચ્ચે લોકો ને ભૂખમરી કો સામનો કરવો પડશે. તેમજ 

 અત્યારના કપરા સમયમાં તમામ રેશનકાર્ડ પરિવારોને લાભ મળવો જોઇએ . અને ચાલી રહેલા કોરોના વાયરસની મહામારી વચ્ચે કોઈ પરિવાર ભૂખમરી થિ પીડાઈ અને હાલત ખરાબ ના થાય તથા હાલની પરિસ્થિતિ ને પહોંચી વળવા માટે તમામે તમામ રેશનકાર્ડ ધારકને સસ્તા અનાજની દુકાને મફતમાં અનાજ આપવામાં આવે તેવી રજુઆત પત્રકાર મુસ્તાક સોઢા અને મુસ્તુફા સુમરા એ દેવભૂમિદ્વારકા જિલ્લા કલેકટર સહિત સાંસદ સભ્ય પૂનમબેન માડમ અને પુરવઠા અધિકારી ને લેખિત માં રજૂઆત કરી છે.