Back

દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં તમામ સરકારી કચેરીઓમાં હાઈપોકલોરાઈડ દ્વાવણના છંટકાવ કરી જંતુમુકત કરવામાં આવેલ.


 હાલમાં સમગ્ર વિશ્વમાં નોવેલ કોરોના વાઈરસ કે જેને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વૈશ્વીક મહામારી જાહેર કરવામાં આવેલ છે. કોરોના વાઈરસનું સંક્રમણ સમગ્ર ભારત દેશમાં થયેલ હોવાથી ગુજરાત રાજયમાં પણ પોઝીટીવ કેસો નોંધાયેલ છે. આ નોવેલ કોરોના વાઈરસનો ફેલાવો શ્વાસોશ્વાસ દ્વારા, ડ્રોપલેટ દ્વારા સીધા સંપર્કથી થતો હોવાથી કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા સરકારશ્રી દ્વારા સમગ્ર ભારત દેશમાં તા.૧૪/૦૪/ર૦ર૦ સુધી લોકડાઉન જાહેર કરી સામાજીક અંતર રાખવા જનસમુદાયને અપીલ કરેલ છે. ગંભીરતાપૂર્વક ધ્યાને લઈ જિલ્લા દેવભૂમિ દ્વારકામાં જિલ્લાની સરકારી કચેરીઓ જેવી કે જિલ્લા સેવા સદન, જિલ્લા પંચાયત ભવન, જિલ્લા પોલીસ ભવન,  નગરપાલિકા કચેરીઓ, તાલુકા પંચાયત કચેરીઓ સહિતની જુદી-જુદી વિવિધ સરકારી કચેરીઓમાં કોરોના વાઈરસના સંક્રમણ ન થાય તેવા હેતુથી હાઈપોકલોરાઈડ દ્વાવણના છંટકાવ કરી જંતુમુકત કરવામાં આવેલ છે. આગામી સમયમાં ટાટા કેમિકલ્સ લિ., મીઠાપુર (તા.દ્વારકા) ના સહયોગથી જિલ્લા દેવભૂમિ દ્વારકાના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ સરકારી કચેરીઓ, સરકારી આરોગ્ય કેન્દ્રો, પેટા કેન્દ્રો વગેરે તમામ ગ્રામ્ય વિસ્તારોમાં હાઈપોકલોરાઈડ ના  દ્વાવણના છંટકાવ કરી જંતુમુકત કરવામાં આવનાર છે.  કોરોના વાઈરસના અટકાયત અને નિયંત્રણ માટે ઉપરોકત સંપૂર્ણ કામગીરી દેવભૂમિ દ્વારકાના માન.કલેકટરશ્રી નરેન્દ્રકુમાર મીના તેમજ માન.જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.જે.જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવે છે.


રીપોર્ટર-મુસ્તાક સોઢા

ખંભાળિયા